શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2015 (13:39 IST)

હાર્દિક પટેલ અને લાલજી પટેલ વચ્ચેની ખટાશ વધી, એક જ મુદ્દે બે જુદી જુદી પ્રેસ કોન્ફરેંસ

અનામત મુદ્દે પાટીદાર અનામત સમિતિ અને સરદાર પટેલ ગ્રુપમાં ઉંડી દરાર આવી ગઈ છે. અનામત મુદ્દે પાટીદાર અનામત સમિતિના સંયોજક હાર્દિક પટેલ અને સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલ બંને જુદી જુદી પ્રેસ કોન્ફેંસ કરવા જઈ રહ્યા છે. હાર્દિકે દાંડીથી અમદાવાદ સુધીની યાત્રા અને ધારાસભ્યોને ફૂલ આપીને અનામત મુદ્દા પર દબાણ નાખવાની રણનીતિ પર પ્રેસ કોન્ફ્રેંસ કરશે. જ્યારે કે લાલજી પટેલ જુદી જ રણનીતિ પર પ્રેસ કોન્ફેંસ કરશે. 
 
પહેલા પણ બંને વચ્ચે મતભેદના સમાચાર આવ્યા હતા. પણ 25 ઓગસ્ટના રોજ અમદાવાદમાં પાટીદાર રેલી દરમિયાન મુખ્યમંત્રી આનંદીબેનને રેલી સ્થળ પર આવીને જ્ઞાપન લેવાની હાર્દિકની રણનીતિથી લાલજી પટેલ નારાજ હતા. પહેલા પણ હાર્દિકને સરદાર પટેલ ગ્રુપમાંથી બહાર કરવામાં આવ્યા હતા. જો કે અનામત મુદ્દાને આગળ રાખતા બંને ફરી એક થયા હતા. બંને વચ્ચે ફરી મતભેદ થઈ ગયા છે. 
 
ઉલ્લેખનીય છે કે 25 ઓગસ્ટના રોજ અમદાવાદમાં હાર્દિક પટેલે મોટી રેલી કરી  હતી. તેમા લગભગ 8 લાખ લોકોનો સમાવેશ થયો હતો. રેલી પછી પોલીસની કાર્યવાહીથી ભડકેલા લોકોએ અનેક સ્થાન પર હિંસા કરી હતી. જવાબમાં પોલીસે પણ લોકોની ગાડીઓમાં તોડફોડ કરી અને લોકોને ઘરમાં ઘુસીને માર્યા.