બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: શુક્રવાર, 15 જુલાઈ 2016 (12:43 IST)

૨૦ જુલાઈએ હાર્દિકના બર્થ-ડેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળે એ માટે વિશાળ બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન

પાટીદારોને અનામત મળે એ માટે મહેનત કરનારા હાર્દિક પટેલનો ૨૦ જુલાઈએ બર્થ-ડે છે. ગયા વર્ષો બર્થ-ડેના દિવસે હાર્દિક પટેલ રૅલીઓમાં વ્યસ્ત હતો એને લીધે બર્થ-ડેનું સેલિબ્રેશન થઈ નહોતું શક્યું, પણ આ વખતે તેના બર્થ-ડેને યાદગાર બનાવવા માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ અત્યારથી જ કામે લાગી ગઈ છે. આ બર્થ-ડેનું સેલિબ્રેશન સુરતમાં થશે અને એ માટે અનેક કાર્યક્રમ બનાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમોમાંથી મહત્વના બે કાર્યક્રમો છે, જેમાંથી એક બ્લડ-ડોનેશન કૅમ્પનો છે. હાર્દિકના બર્થ-ડેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળે એ માટે સુરતમાં એક રેકૉર્ડબ્રેક બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નામની નોંધણી પણ શરૂ કરી દેવામાં આવી છે. ૫૦૦૦થી વધુ પાટીદારો એકત્રિત થશે એવું પ્રૉમિસ તો પાટીદાર અનામત આંદોલન સમિતિને અત્યારથી જ વૉટ્સઍપ પર મળી ગયું છે અને એમાં ઉમેરો થઈ રહ્યો છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના કન્વીનર ધાર્મિક માલવિયાએ કહ્યું હતું કે અમારો પ્રયાસ છે કે ૧૧,૦૦૦થી વધુ પાટીદારો રક્તદાન કરે અને એવો વર્લ્ડ રેકૉર્ડ બનાવીએ કે એ તોડવો અઘરો થઈ જાય.

મહારક્તદાન કૅમ્પ ઉપરાંત એ દિવસે સુરતમાં એક પીપળાનું વાવેતર કરવામાં આવશે અને એને હાર્દિક પટેલનું નામ આપવામાં આવશે. પીપળો બધી જ રીતે માણસ માટે ઉપયોગી બનતો હોય છે. હાર્દિક પણ એવું જ કરી રહ્યો છે એવું પાટીદાર અનામત આંદોલન સમિતિને લાગતું હોવાથી તે હાર્દિકના નામનો પીપળો ઉગાડવા માગે છે.