શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

ત્યાગરાજ સ્વામીની સમાધિ

W.D
દરેક વર્ષે પુષ્ય પંચમીની તિથિના ઉપલક્ષ્યમાં આખી દુનિયામાંથી કાર્નેટિક સંગીતકારો અહીં આવે છે અને પંચરત્ન કીર્તન જે એક સંતે ભગવાન શ્રી રામની મહિમાંમાં લખ્યુ હતુ, નુ ગાન કરે છે. એક સંગીત કરનારા સંતને માટે આ પાંચ દિવસનુ ગીત-વાદન કાર્યક્રમ, તમિલનાડુનુ એક મુખ્ય આકર્ષણ છે.

કાવેરી નદીના કિનારે જ્યાં પક્ષી આખો દિવસ પોતાના જ રાગમાં સુરીલા ગીતો ગાય છે, ત્યાં ઝાડના પાંદડાઓના ખળંભળાટ પણ એક મધુર સંગીત છે, પાંચ નદીઓના સંગમથી પવિત્ર થનારી આવી જગ્યાએ છે સુપ્રસિધ્ધ કાર્નેટિક સંગીતકાર ત્યાગરાજરની સમાધિ. એમને સન્માનપૂર્વક ત્યાગ બ્રહ્મ પણ કહેવામાં આવે છે.

આ એક જગ્યા છે જ્યાં આ મહાન સંગીતકારે ભગવાન શ્રીરામની મહિમાંમાં 24000 કીર્તનો ગાયા અને આ જગ્યાએ તેઓ ધરતીમાં વિલિન થઈ ગયા.

શ્રી ત્યાગરાજરના કીર્તનોમાં એવી ભક્તિ છે કે તેમણે માત્ર સાંભળી લેવા જ, ભગવાનની ભક્તિની દરેક સભામાં તેમના બે થી ત્રણ ભજનો ગવાય છે અથવા તો વગાડવામાં આવે છે.

કાવેરી, કુદમૂર્તિ, વેન્નરુ, વેટ્ટરુ, વડાવુરુ નામની પાંચ નદીઓવાળુ સ્થાન તિરુવડ્યરુમાં ત્યાગરાજરે ઘણા વર્ષો સુધી પોતાનુ જીવન વિતાવ્યુ.

ત્યાગરાજરનો જન્મ 6 જાન્યુઆરી 1767ના રોજ તિરુવરુરમાં થયો હતો. તેમણે કર્નાટક સંગીતને પ્રોત્સાહન આપ્યુ અને તેને આને રૂપિયા અને પ્રસિધ્ધિ મેળવવા ઉપયોગ કરવાને બદલે ભગવાનની ભક્તિનો એક રસ્તો બનાવ્યો. આ જ કારણથી તેમણે એકવાર તંજાવુરના રાજાનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો. જેને કારણે તેમના ભાઈએ ગુસ્સામાં આવીને શ્રીરામની મૂર્તિ ફેકી દીધી. ત્યાગરાજર આ મૂર્તિની પૂજા કરતા હતા પરંતુ આ ઘટના બન્યા પછી તેઓ તીર્થયાત્રા પર નીકળી ગયા અને દક્ષિણ ભારતમાં રહીને તેમને ભગવાન શ્રી રામની મહિમાના ઘણા ગીતો ગાયા.

W.D
આથી તેમણે તિરુવડ્યરુને પોતાનુ નિવાસ સ્થાન બનાવ્યુ. તેઓ રામ ભગવાનની કાંસ્યથી બનેલી એક મૂર્તિની પૂજા કરતા હતા જે તેમને નદીમાં સ્નાન કરતી વખતે મળી હતી. આ સાથે તેઓ સીતા અને લક્ષ્મણની પણ પૂજા કરતા હતા.

તેઓ હનુમાનજીની મૂર્તિ પાસે બેસીને પ્રભુની મહિમા દર્શાવતા ઘણા ગીતો ગાતા હતા.

તેમના દ્વારા ગાયેલા પાંચ કીર્તનોને કાર્નિટિક સંગીતની દુનિયામાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ત્યાગરાજર 80 વર્ષની ઉમંરમાં ભગવાનના ચરણોમાં વિલીન થઈ ગયા હતા. જે જગ્યાએ તેમણે પોતાના પ્રાણ ત્યજ્યા એ જગ્યાએ એક રામ મંદિર છે. તે મંદિરમાં ત્યાગરાજર દ્વારા પૂજાનારી રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ ને સ્થાપવામાં આવી છે. આ મંદિરની અંદર દીવાલો પર કીર્તન લખવામાં આવ્યા છે.

ત્યાગરાજર ભગવાનના એક એવા ભક્ત છે જે સંગીત દ્વારા ભગવાનની ભક્તિ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

કેવી રીતે પહોંચશો ?

રેલવે માર્ગ : તંજાવુરની પાસે છે. ચેન્નઈથી તંજાવુર રેલ્વે દ્વારા પહોંચી શકાય છે.
રોડ દ્વારા - ચેન્નઈથી તંજાવુર માટે અમે અહીંથી તિરુવડ્યરુને માટે બસો સરળતાથી મળી જાય છે.
હવાઈમાર્ગ - તિરુચિ સૌથી નજીકનુ હવાઈમથક છે. અહીંથી માત્ર દોઢ કલાકમાં તિરુવડ્યરુ પહોંચી શકાય છે.