બુધવાર, 24 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

દરેક બિમારીઓ ઈલાજ કરનાર વૈથીયાનાથસ્વામી

અય્યાનાથન જે આઈ
W.D

આપણા દેશમાં ભગવાન શિવના પ્રસિદ્ધ ક્ષેત્રોમાં વૈથીસ્વરન કોઈલનું એક વિશેષ સ્થાન છે. અહીંયા ભક્તોના હૃદયમાં ભગવાન વૈથીયંતરના રૂપમાં વસવાટ કરે છે. વૈથીયંતર શબ્દનો અર્થ છે દરેક બિમારીનો ઈલાજ કરનાર જેને આપણે આજકાલની ભાષામાં ચિકિત્સક કે ડૉક્ટર કહીએ છીએ. માનવામાં આવે છે કે વૈથીયંતરે 4,480 બીમારીઓનો ઈલાજ શક્ય છે.

આ મંદિર એટલા માટે પ્રસિદ્ધ છે કેમકે રામાયણ અનુસાર જટાયુએ દુષ્ટ રાવણથી માતા સીતાને બચાવવા માટે યુદ્ધ કર્યું હતું અને તે લડાઈની અંદર તેની બંને પાંખો ક્પાઈને આ મંદિરની જગ્યાએ પડી હતી.

સીતાની શોધમાં જ્યારે પ્રભુ શ્રીરામ પોતાના ભાઈ લક્ષ્મણની સાથે અહીંયા પહોચ્યાં ત્યારે જટાયુ પોતાના જીવનનાં છેલ્લાં શ્વાસ લઈ રહ્યો હતો. જટાયુએ બધી જ વાત શ્રીરામને જણાવી અને તેમને પોતાના અગ્નિસંસ્કાર તેમના હાથે કરવા માટે કહ્યું.

ફોટોગેલરી માટે અહીં ક્લિક કરો
જે સ્થાને ભગવાન શ્રીરામે જટાયુનો અગ્નિસંસ્કાર કર્યો હતો તે નામને જટાયુ કુંડમના નામથી ઓળખવામાં આવે છે. આ ભવ્ય સ્થાન મંદિરની અંદર આવેલ છે અને કોઈ પણ ધર્મના લોકો આ વિભૂતિ કુંડની અંદર પ્રસાદ લઈ શકે છે.

શ્રીરામે રાવણને આ યુદ્ધની અંદર હરાવીને સીતા તેમજ અન્ય સાથીઓની સાથે પાછા ફરતી વખતે આ પવિત્ર સ્થળે ભગવાન શિવને પ્રાર્થના કરી હતી. દેવી શક્તિથી ભગવાન શિવ મુરૂગાએ વેલ શસ્ત્ર પ્રાત્પ કર્યું હતું તેમજ આ શસ્ત્ર દ્વારા પદમા સુરન નામના અસુરનો વધ કર્યો હતો.
W.D

સંત વિશ્વામિત્ર, વરિષ્ઠ, તિરૂવાનાકુરસર, તિરૂગનંસબંદર, અરૂનાગીરીનાથરે આ જગ્યાએ ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. આ ભવ્ય સ્થાન વિશિષ્ટ છે કેમકે કોઢના રોગોથી પીડિત અંગરકરણ (તમિલ ભાષામાં મંગળ ગ્રહનું નામ) ને પ્રાર્થના કરી અને પોતાની બિમારીઓ ઈલાજ કર્યો. તેથી આ સ્થળ નવગ્રહ ક્ષેત્રમમાંનું એક છે.

જે લોકોની જન્મ કુંડળીમાં ચેવ્વા દોષ છે, તે અહીંયા આવે છે અને અંગકરણની પુજા કરે છે.

ભગવાન શિવ પોતની શક્તિ થય્યાલનાયકી અમ્માઈ, જે પોતાની સાથે થાઈલમ, સંજીવી તેમજ વિલ્વા ઝાડના મૂળની રેત જેના મિશ્રણથી 4,480 બિમારીઓનો ઈલાજ થઈ શકે છે તેની સાથે આ ક્ષેત્રમાં આવ્યાં તેમજ રોગથી પીડિત ભક્તોને મુક્ત કર્યા અને વૈઈથીયનાથ સ્વામીના નામથી ઓળખાળા.

લાખો લોકો આ મંદિરની અંદર દર્શન કરવા માટે દરેક વર્ષે આવે છે અને પોતાના સારા સ્વાસ્થ્ય માટે અહીંયા પ્રાર્થના કરે છે. માનવામાં આવે છે કે અહીંયા ભક્તોની માનતા પુર્ણ થાય છે. પ્રાચીન પ્રથાઓ અનુસાર એક વિશેષ પ્રકારની દવા બનાવવામાં આવે છે. તે પ્રથા હજુ પણ પ્રચલિત છે.
W.D

શુક્લ ભક્શના દિવસે ભક્તોને અંગસંથના તીર્થમ (પવિત્ર જળઘરમાં) સ્નાન કરવું જોઈએ. તે જ જયાળશથી રેતને જટાયુ કુંડમની વિભૂતિની સાથે મિશ્રિત કરવામાં આવે છે. તેમજ સિદ્ધામીર્થમ તીર્થમના કુંભથી તમે પવિત્ર જળ લઈ શકો છો.

ભગવાન મુરૂગાની સામે તે મિશ્રણને ઘોળે છે તેમજ તે મિશ્રણ બનાવતી વખતે પંજાકારા ઝાબા પ્રથાનું પાલન કરવામાં આવે છે. પીસેલા મિશ્રણની નાની નાની ગોળીઓ બનાવવામાં આવે છે. શક્તિ સનાધીની સામે તે દવાની પુજા અર્ચના કરવામાં આવે છે તેમજ સિદ્ધમિરથા જળાશયથી પવિત્ર જળની સાથે આ દવાનું સેવન કરવામાં આવે છે. એક તમિલ ભાષા અનુસાર પાંચ જન્મો સુધી કોઈ પણ બિમારી તમને પીડિત નહિ કરે.

મંદિરમાં ગુરૂકુળના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે :
ભગવાન શિવ વૈથિયંધરના રૂપમાં ઓળખવામાં આવે છે. ચેવ્વ દોષમ માટે એક ઈલાજ છે. ભગવાન કામધેનુ તેમજ કરપગા વિરુકશમની સામે ભગવાન ગણપતિની પૂજા થાય છે.

જનશ્રૂતિ અનુસાર બિલ્વ, ચંદન તેમજ વિભૂતિ પદાર્થોની મિશ્રિત દવાથી ભગવાન બધા જ ભક્તોનો ઈલાજ કરે છે. ક્ષેત્રમનું ઝાડ ચાર યુગો માટે અલગ છે. કૃતા યુગમાં કદમ્બના રૂપમાં હતું, ત્રેતા યુગમાં બિલ્વાના રૂપમાં, દ્વાપર યુગમાં વાકુળાના રૂપમાં તેમજ કળયુગમાં લીમડાના રૂપમાં છે.
W.D

ભવ્ય મંદિરની અંદર આવેલ પવિત્ર કુંભને સિદ્ધામીર્થા કુંભ કહે છે. કીરત યુગમાં કામધેનુ આ ક્ષેત્રમની નજીક આવ્યાં હતાં તેમજ લીંગ પર વધારે માત્રામાં દુધ પડવાથી તે કુંભની અંદર વહી ગયું અને તે કુંભ પવિત્ર ધાર્મિક સ્થળ માનવામાં આવે છે. ભૂતથી પીડિત વ્યક્તિ જો આ કુંડની અંદર સ્નાન કરે છે તો તે આત્મા તેની અંદરથી મુક્ત થઈ જાય છે.

ભગવાન વૈઈથીયનાથસ્વામીના નામથી ઓળખવામાં આવતું આ નગર વૈઈથીસવરન કોઈલન અનામથી ઓળખાય છે. આ સ્થાન ખુબ જ પ્રખ્યાત છે નાડી જ્યોતિધામના માટે- જ્યાં કોઈ પણ વ્યક્તિના વર્તમાન, ભૂત, તેમજ ભવિષ્યની જાણકારી મળી છે. ફક્ત ખજુરના પાન પર પોતાની આંગળીના નિશાન લાગેલા છે. નગરની અંદર દરેક જગ્યાએ તમે નાડી જ્યોયિધામના કેંદ્ર જોઈ શકો છો.

કેવી રીતે પહોચશો: રેલ દ્વારા ચેન્નઈના થાનજાવરના રસ્તાથી વૈથીસવરન રેલ્વે સ્ટેશન પર પહોચી શકો છો.

રોડ માર્ગ : વૈથિસરવન કોઈલ ચિદમ્બરની પાસે આવેલ છે. જે ચેન્નઈથી 235 કીમી છે. ચિદમ્બરથી 26 કીમીની દૂરી પર ભગવાન શિવના ક્ષેત્રમ માટે પ્રસિદ્ધ છે. બસ સેવાના માધ્યમ દ્વારા વૈથીસવરન કોઈલ 35 થી 40 મિનિટમાં પહોચી શકો છો.

હવાઈ માર્ગ : ચેન્નઈ હવાઈમથક સૌથી નજીક છે. ચેન્નઈથી અહીંયા સુધી તમે રોડમાર્ગ કે રેલ માર્ગ દ્વારા પહોચી શકો છો.