ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

પ્રાકૃતિક સુંદરતાથી ઘેરાયેલું મહાકેદારેશ્વર મંદિર

ગાયત્રી શર્મા

W.D
ભક્ત અને ભગવાનની વચ્ચે શ્રધ્ધા અને વિશ્વાસની એક એવી ડોર હોય છે જે દૂર દૂરથી ભક્તોને ભગવાનના દરવાજા સુધી ખેંચી લાવે છે. જ્યારે શ્રધ્ધાનુ પૂર ઉભરાય ત્યારે ભક્તિનુ ચરમ રૂપ જોવા મળે છે. ધર્મયાત્રાની આ કડીમાં આજે અમે તમને લઈ જઈએ છીએ ભગવાન ભોલેનાથના દરબાર - મહાકેદારેશ્વર મંદિરમાં.

મ.પ્ર.માં રતલામથી લગભગ 25 કિ.મીના અંતરે સૈલાના ગામની નજીક આવેલ છે - મહાકેદારેશ્વર મહાદેવ મંદિર'. જ્યાં દૂર દૂરથી લોકો ભગવાન ભોલેનાથને નમન કરવા અને પ્રાકૃતિક સુંદરતાનો આનંદ ઉઠાવવા આવે છે. ઊંચા-ઊંચા પહાડોથી ઘેરાયેલુ આ સ્થળ સૌને પોતાની તરફ આકર્ષે છે. વર્ષાઋતુમાં તો આ સ્થળની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.

આસપાસના પહાડોમાંથી ઝરતુ પાણી અહીં એકત્ર થઈને સુંદર ઝરણાનું રૂપ લઈ લે છે. આ જ્યારે ઊંચાઈથી મંદિરની પાસે આવેલ કુંડમાં પડે છે તો પાણીની નાના-નાના સપ્તરંગી ટીપા વાતાવરણમાં ઈન્દ્રધનુષી આભાસ છવાઈ જાય છે.

મહાકેદારેશ્વર મંદિર લગભગ 278 વર્ષ જૂનુ છે અને તેનુ એક પોતાનુ ઐતિહાસિક મહત્વ છે. અહી આવેલ શિવલિંગ પ્રાકૃતિક છે. કહેવાય છે કે અહીં પહેલા ફક્ત એક શિવલિંગ જ હતુ. ઈ.સ 1736માં સૈલાનાના મહારાજ જયસિંહે અહી એક સુંદર મંદિરનુ નિર્માણ કરાવ્યુ અને અહીં સ્થાન 'કેદારેશ્વર મહાદેવ મંદિર'ના નામે પ્રસિધ્ધ થયુ. પાછળથી રાજા દુલેસિંહ આ મંદિરના નવનિર્માણ અને મંદિરની પાસે કુંડને પાકુ કરાવવા માટે ઈ.સ 1859-95માં 1 લાખ 50 હજાર રૂપિયા ખર્ચ કર્યા. રાજા જસવંતસિંહ (1895-1919)ના પોતાના કાર્યકાળમાં મંદિરના પૂજારીની આજીવિકા પૂરી પાડવા જમીન દાનમાં આપી. ઈ.સ. 1991-92માં ફરી મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો જેમાં રતલામ જિલ્લાની સરકારે લગભગ 2 લાખ રૂપિયાની મદદ કરી.

W.D
અહીં પૂજા-પાઠ કરાવનારા પંડિત અવંતિલાલ ત્રિવેદી મુજબ - આ મંદિર સૈલાનાના મહારાજાના સમયથી છે. આજે અમારી ચોથી પેઢી અહી ભોલેનાથની સેવામાં લાગેલી છે. ભલે ભારે વરસાદ કેમ ન પડ્યો હોય, આજ સુધી આ મંદિરની પૂજા ભંગ નથી થઈ. દરેક વર્ષે શ્રાવણ મહિનામાં અહીં શ્રધ્ધાળુઓની ભીડ જામે છે.

અહીંયા દરવર્ષે શિવરાત્રી, વૈશાખ,પૂનમ અને કારતક પૂનમ પર મેળો ભરાય છે. શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં કાવડ યાત્રી અને શ્રધ્ધાળુઓ અહીં આવે છે અને ભગવાન ભોલેનાથનો જળાભિષેક કરે છે.

ભગવાનના દર્શન માટે ઉમડતા લોકોનું ટોળુ આજે પણ ક્યાંકને ક્યાંક આપણા મનમાં ઈશ્વરના પ્રત્યે શ્રધ્ધા પ્રગટ કરે છે. મહાકેદારેશ્વરની આ યાત્રા તમને કેવી લાગી ? અમને જરૂર જણાવશો.

કેવી રીતે જશો ?

રોડ : રતલામ (25 કિમી)થી અહીં પહોંચવા માટે બસ અથવા ટેક્સી સેવા મળી રહે છે.

રેલ : નજીકનું રેલ્વે સ્ટેશન રતલામ પશ્ચિમ રેલવેના દિલ્લી-મુંબઈ માર્ગનુ એક મુખ્ય સ્ટેશન છે.

વાયુમાર્ગ : દેવી અહિલ્યા બાઈ હોલકર હવાઈમથક, ઈન્દોરથી લગભગ 150 કિમી. દૂર છે.