બુધવાર, 17 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By વેબ દુનિયા|

શ્રી ક્ષેત્ર મઢી દેવસ્થાન

W.D
ધર્મયાત્રાની આ કડીમાં અમે તમને લઈ જઈએ છીએ નાથ સંપ્રદાયના નવ નાથમાંથી એક કાનિફનાથ મહારાજની સમાધિ સ્થળ પર. મહારાષ્ટ્રના સહ્યાદ્રી પર્વત શ્રેણીમાં ગર્ભગિરી પર્વતથી વહેનારી પૌનાગિરી નદીની પાસે ઊંચા કિલ્લા પર મઢી નામનુ ગામ વસે છે અને અહીં જ છે મહાન સંતની સમાધિ.

આ કિલ્લા પર શ્રી કાનિફનાથ મહારાજે 1710માં ફાગણ માંસની વૈધ પંચમી પર સમાધિ લીધી હતી. જ્યાં લાખો શ્રધ્ધાળુઓની આસ્થા રહેલી છે. આ કિલ્લાના ત્રણ પ્રવેશ દ્વાર છે. કહેવાય છે કે અહીં રાણી યેસૂબાઈએ કાનિફનાથ મહારાજને પોતાના પતિ છત્રપતિ શાહૂની ઔરંગજેબ બાદશાહની કેદથી મુક્ત કરાવવાની બાધા રાખી હતી. માનતા પૂરી થતા તેમણે મંદિર અને કિલ્લાનુ નિર્માણ કરાવ્યુ.

આ મંદિરના નિર્માણ કાર્યમાં યાદવ, કૈકાડી, બેલદાર, વૈધ, ગારુડી, લમાણ, ભિલ્લ, જોશી, કુભાંર અને વડારી સહિત ઘણી જાતિવર્ગના લોકોએ પોતાના તન મન અને ધનથી મદદ કરી. તેથી આ તીર્થસ્થળને દલિતોના પંઢરી આ નામથી ઓળખાય છે. અહીંન ઘણા સમુહો શ્રી કાનિફનાથ મહારાજને કુળ દેવતાના રૂપમાં પૂજે છે. આ જિલ્લાના ગર્ભગિરી પર્વત પર શ્રી કાનિફનાથ મહારાજની સાથે જ ગોરક્ષનાથ, મચ્છિંદ્રનાથ, ગહિનીનાથ અને જાલિંદરનાથ મહારાજની પણ સમાધિઓ સ્થાપિત છે.

ફોટો ગેલેરી જોવા માટે ક્લિક કરો

કહેવાય છે કે કાનિફનાથ મહારાજ હિમાલયમાં હાથીના કાનેથી પ્રગટ થયા હતા. કાનિફનાથ મહારાજે બદ્રીનાથ ભાગીરથી નદીના કિનારે 12 વર્ષ તપસ્યા કરી અને ઘણા વર્ષો જંગલમાં ગાળીને યોગ સાધના કરી. ત્યારબાદ તેમણે દીન-દલિતોની પીડા દૂર કરવા વિષય પર સાબરી ભાષામાં ઘણી રચનાઓ કરી. કહેવાય છે કે આ રચનાઓના ગીતથી રોગીઓના રોગ દૂર થવા લાગ્યા. આજે પણ લોકો પોતાના કષ્ટ નિવારવા માટે મહારાજના દ્વાર પર ચાલ્યા આવે છે.

W.D
એવુ માનવામાં આવે છે કે ડાલીબાઈ નામની એક મહિલાએ નાથસંપ્રદાયમાં જોડાવવા માટે શ્રી કાનિફનાથ મહારાજની કઠોર તપસ્યા કરી હતી. ફાગણની અમાસના દિવસે ડાલીબાઈએ સમાધિ લીધી હતી. સમાધિ લેતી વખતે કાનિફનાથે પોતાની શિષ્યાને સ્વયં પ્રગટ થઈને દર્શન આપ્યા હતા. આ સમાધિ પર લાંબા સમયગાળા પછી એક દાડમનુ ઝાડ ઉગી નીકળ્યુ. કહેવાય છે કે આ ઝાડ પર રંગીન દોરા બાંધવાથી ભક્તોની બધી મનોકામના પૂરી થાય છે.

આજે પણ મંદિરના આંગણમાં ગામની પંચાયત બેસે છે. જ્યા લોકોના પરસ્પર ઝઘડાઓનું ન્યાયપૂર્વક સમાધાન કરવામાં આવે છે. આથી આ તીર્થક્ષેત્રને સર્વોચ્ય ન્યાયાલય સમજવામાં આવે છે.

કેવી રીતે જશો ?

રોડમાર્ગ - મઢી ગામ અહમદનગરથી 55 કિલોમીટરના અંતરે આવેલુ છે. અહી પહોંચવા માટે સરકારી બસ અથવા પ્રાઈવેટ વાહન દ્વારા જઈ શકાય છે.

વાયુમાર્ગ - અહમદનગરથી પુના હવાઈમથક સૌથી નજીક છે. પુનાથી અહેમદનગર 180 કિલોમીટરના અંતરે આવેલુ છે.