ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. રાજનીતિક દળ
Written By
Last Modified: મંગળવાર, 12 માર્ચ 2019 (14:27 IST)

તેલંગાના રાજ્યના આંદોલનથી જન્મી પાર્ટી

પાર્ટી: તેલંગાના રાષ્ટ્ર સમિતિ 
સ્થાપના: 27 એપ્રિલ 2001 
સંસ્થાપક : કે ચંદ્રશેખર રાવ 
વર્તમાન પ્રમુખ : કેટી રામા રાવ 
ચૂંટણી ચિહ્ન- કાર 
વિચારધારા- તેલંગાના ક્ષેત્રવાદ 
તેલંગાના રાજ્યના આંદોલનથી જન્મી પાર્ટી 
 
આંધ્રપ્રદેશથી તોડી જુદા તેલંગાના રાજ્ય બનાવવાની માંગણીને લઈને કલ્વલુંતલા ચંદ્રશેખર રાવ(કેસીઆર) એ 27 એપ્રિલ 2001 ને તેલંગાના રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ)નો ગઠન કર્યું. તેલુગુ દેશમ પાર્ટીથી જુદા થયા રાવના પાર્ટી ગઠનનો એકમાત્ર એજેંડા તેલંગાના રાજ્યનો ગઠન હતું. હેદરાબાદને નવા રાજ્યની રાજધાની બનાવવાની માંગણી પણ તેમાં શામેલ હતી. 
 
કેસીઆર નવી પાર્ટી બનાવવાથી પહેલા ટીડીપીમાં જ હતા. પણ તેલંગાના મુદ્દા પર ચંદ્રબાબુ નાયડૂથી મતભેદના કારણે તે ટીડીપીથી જુદા થઈ ગયા. તે સમયે તેણે વિધાનસભા અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પદથી પણ રાજીનામું આપી દીધુ હતું. તેલંગાના માટે તેણે લાંબા સમય સુધી આંદોલન ચલાવ્યું. 
 
2014ના વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં ટીઆરએસએ ન તો એનડીએથી ગઠબંધન કર્યું અને ન યૂપીએથી. ટીઆરએસએ જુદા તેલંગાનાના મુદ્દા પર જ ચૂંટણી લડી. તેને 17 માંથી 11 લોકસભા સીટ જીતી. જ્યારે વિધાનસભાની 119માંથી 63 સીટ જીતી. 2 જૂન 2014એ રાવએ પહેલીવાર  2 જૂન 2014ને તેલંગાનાના મુખ્યમંત્રી બન્યા. 2018માં તેની જીતનો સિલસિલા ચાલૂ રહ્યું. આ ચૂંટણીમાં ટીઆરએસને 119માંથી 88 સીટ હાસલ થઈ જે પાછલીવાર કરતા વધારે છે.