બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. વેબદુનિયા વિશેષ 07
  3. રક્ષાબંધન 07
Written By કલ્યાણી દેશમુખ|

રક્ષાબંધનનું લોક-ગીત

W.D  
આવી રક્ષાબંધબ આવી, ભાઈ બહેનનો પ્રેમ લાવી
ગોટા, રેશમ બધુ છોડીને ભાઈની મનગમતી રાખડી લાવી

કંકુ ચોખા લઈ થાળીમાં,ભાતભાતની મીઠાઈ સજાવી
આરતી ઉતારશે,મીઠાઈ ખવડાવશે સરસ મજાનો ચાંલ્લો લગાવી

બહેન ભાઈને કેમ જાય ભૂલી, જે ભાઈના હેતમાં છે ઝૂલી
રૂપિયા પૈસા કાંઈ ન જોઈએ, જરાક પ્રેમમાં જ તેનુ મન જાય ડોલી.

ભાઈ-બહેનની લાજ તુ રાખજે, બેસી છે તે સપના સજાવી
સપનાનો રાજકુમાર શોધી, મોકલજે તેને સાસરિયે વળાવી

ભાઈ બહેનનો પ્રેમ છે પવિત્ર, રાખો તેને હૈયામાં વસાવી
પ્રેમના કાજળનો ટીકો લગાવો, જાય ન કોઈ આને નજર લગાવી.