મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Modified: શુક્રવાર, 5 ઑગસ્ટ 2016 (11:17 IST)

આ વર્ષે રક્ષા બંધનનું 18 ઓગસ્ટના દિવસે, જાણો ભાઈને રાખડી બાંધવાનુ શુભ મુહુર્ત

આ વર્ષે 2016માં રક્ષા બંધનનો તહેવાર 18 ઓગસ્ટ, ના રોજ ઉજવાશે. પૂર્ણિમા તિથિનો આરંભ 17 ઓગસ્ટ 2016ના રોજ બપોર પછી શરૂઆત થશે.  પણ ભદ્રા વ્યાપ્ત રહેશે. તેથી શાસ્ત્રોમુજબ આ તહેવાર 18 ઓગસ્ટના રોજ સંપન્ન કરવામાં આવે તો સારુ રહેશે પણ પરિસ્થિતિવશ જો ભદ્રા કાળમાં આ કાર્ય કરવુ હોય તો ભદ્રા મુખને ત્યજીને ભદ્રા પુચ્છકાળમાં તેને કરવુ જોઈએ. 
 
જ્યારે પણ કોઈ કાર્ય શુભ સમયમાં કરવામાં આવે છે તો આ કાર્યની શુભ્રતામાં વૃદ્ધિ થાય છે. ભાઈ-બહેનના સંબંધોને અતૂટ બનાવવા માટે આ રાખડી બાંધવાનુ શુભ મુહૂર્ત સમયસર કરવુ જોઈએ. વર્ષે 2016માં શ્રાવણી પૂર્ણિમા તિથિની શરૂઆત 17 ઓગસ્ટ 2016ના રોજ થઈ જશે.  પણ ભદ્રા વ્યાપ્તિ રહેશે.  તેથી શાસ્ત્રોમુજબ આ તહેવાર 18 ઓગસ્ટના રોજ 5:55 થી 14:56 કે 13:42 થી 14:56  સુધી મનાવી શકાય છે. 
 
18 ઓગસ્ટ(ગુરૂવાર),2016 ના રોજ રક્ષાબંધનનું મુહૂર્ત 

સવારે -  5:55 થી 14:56 સુધી 
 
બપોર પછી  -  14:56 કે 13:42 થી 14:56