શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. રામનવમી
Written By
Last Updated : સોમવાર, 3 એપ્રિલ 2017 (12:06 IST)

શ્રીરામ નવમી - શું આપ જાણો છો રામાયણની આ રોચક વાતો ?

know interesting things about ramayan

શું આપ જાણો છો રામાયણની આ રોચક વાતો ? 
શુક્લ પક્ષની નવમી તિથિને શ્રીરામ નવમીના પર્વના રૂપમાં ઉજવાય છે. વાલ્મીકી રામાયણ મુજબ  આ દિવસે ભગવાન વિષ્ણુએ શ્રીરામના રૂપમાં ધરતી પર અવતાર લીધો હતા. આ વખતે શ્રીરામ નવમીનો તહેવાર 15 એપ્રિલના રોજ  શુક્રવારે છે.  શ્રીરામ નવમીના અવસર પર આજે અમે તમને એવી રોચક વાતો જણાવી રહ્યા છીએ,  જેને ખૂબ ઓછા લોકો જાણે છે. 
 
આ  રીતે બન્યો  રામસેતુ 
વાનરોને સમુદ્ર પર પુલ બનાવવામાં 5 દિવસ લાગ્યા હતા. પહેલા દિવસે  14 યોજન(1 યોજન એટલે કે 13 કિમી) બીજા દિવસે  20 યોજન , ત્રીજા દિવસે 21 યોજન ,ચોથા દિવસે 22 યોજન અને પાંચમા દિવસે 23 યોજન પુલ બનાવ્યો હતો. આ રીતે કુલ 100 યોજન લંબાઈનો પુલ સમુદ્ર પર બનાવ્યો હતો. આ પુલ 10 યોજન પહોળો હતો. 
* રાજા દશરથ શ્રીરામને વનવાસ મોકલવા માંગતા નહોતા. તેમણે શ્રીરામને એવુ પણ કહ્યુ હતુ કે મને બંદી બનાવીને તમે પોતે રાજા બની જાવ. 
 
* શ્રીરામ ચરિત માનસમાં સીતાના સ્વયંવરનું  વર્ણન છે પણ વાલ્મીકીની રામાયણમાં ક્યાંય પણ સીતાના સ્વયંવરનું વર્ણન નહી મળે. 
* રાજ દશરથે  પુત્ર પ્રાપ્તિ માટે ઋષિ ઋષ્યશૃંથી પાસેથી  પુત્રેષ્ટિ યજ્ઞ કરવ્યો હતો.  આ ઋષિનો જન્મ હિરણીના ગર્ભથી થયો હતો. 
* વનવાસ સમયે રામે  શ્રાપિત રાક્ષસ કબંધનો વધ કર્યો હતો. તેણે જ રામને સુગ્રીવ સાથે મિત્રતા કરવા માટે કહ્યું હતું. 
 
* વાલ્મીકી રામાયણ મુજબ રસ્તો ન આપતા લક્ષ્મણ નહી પણ શ્રીરામ સમુદ્ર પર ક્રોધિત થયા હતા. ત્યારે લક્ષ્મણે એમને સમજાવ્યો હતો. 
* રામ-રાવણના યુદ્ધના સમયે ઈંદ્રે એમના રથ શ્રીરામ માટે મોક્લ્યા હતા. એના પર જ બેસીને રામે રાવણનું વધ કર્યું હતું. 
* યુદ્ધના સમયે અગત્સ્ય ઋષિએ શ્રીરામને  આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવાનું કહ્યું એના જ પ્રભાવથી શ્રીરામે  રાવણનો વધ કર્યો. 
* રાવણે વિશ્વ વિજયના સમયે શૂર્પણખાના  પતિનો પણ વધ કર્યો હતો. કારણ કે  એ પણ રાવણના સર્વનાશ કરવા ઈચ્છતો હતો. 
* વાલ્મીકી રામાયણ મુજબ વનવાસ જતી વખતે શ્રીરામની ઉમર આશરે 28 વર્ષની હતી અને સીતાની 18 વર્ષ હતી.