શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 એપ્રિલ 2017 (17:27 IST)

પાલનપુરમાં ધોધમાર વરસાદ, વૃક્ષ ઘરાશાહી થતાં 300 પોપટના મોત. 1 વ્યક્તિ પણ મોતને ભેટ્યો

પાલનપુર શહેરમાં બુધવારે મોડી સાંજે કરા અને વાવાજોડા સાથે વરસાદ ખાબક્યો હતો. આ વરસાદથી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લોકોના મકાનોના છાપરા, વૃક્ષો સહીત બેનરો તુટી નીચે પડ્યા હતા. જેમાં પાતાળેશ્વર મંદિર પાછળ આવેલ એક વૃક્ષ ધરાસાઇ થતા વૃક્ષ ઉપર બેઠેલા પોપટો નીચે પડી મોતને ભેટ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જીવદયા પ્રેમિયો અને ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું.

આ અંગે ફોરેસ્ટ અધિકારી બી.એ.સિંન્ધીએ જણાવ્યું હતું કે 350 જેટલા પોપટો મોતને ભેટ્યા છે અને કેટલાક પોપટો જીવીત મળ્યા છે. જેને સારવાર માટે ખસેડાયા છે.  ભારે પવનથી કોઝી વિસ્તારમાં છપ્પનભાઈ ચેલાભાઈ પટણી પર ઝાડ પડતાં તેમનું મોત થયું હતું.જ્યારે જુદા જુદા વિસ્તારમાં 12 જણને ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. રેલવે ઓવરબ્રીજ પાસે એન્ટ્રીગેટ તુટી પડ્યો હતો. જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો.