ટ્રાફિક નિયંત્રણ ઝુંબેશ માટે હાઈકોર્ટની ટીકા લેખે લાગીઃ ત્રણ મહિનામાં ૧.૬૫ કરોડનો દંડ

શુક્રવાર, 10 ઑગસ્ટ 2018 (11:59 IST)

Widgets Magazine
rajkot traffice police


અમદાવાદમાં આડેધડ પાર્કિંગને કારણે વકરેલી ટ્રાફિક સમસ્યાએ લોકોને નાકે દમ લાવી દીધો હતો. આ મુદ્દે હાઈકોર્ટે કડક વલણ અપનાવતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. જેમાં જાહેર રોડ પર આડેધડ વાહન કરનારા અને ટ્રાફિકના નિયમોને ઘોળીને પી જનારા સામે દંડાત્મક કાર્યવાહીની વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં છેલ્લા ત્રણ મહિનામાં સમગ્ર અમદાવાદમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં લોકો પાસેથી ૧.૬૫ કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો. શહેરના તમામ વિસ્તારમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા દિવસે દિવસે વકરી રહી હતી. જેને કારણે અકસ્માત અને રસ્તા પર મારામારીના બનાવો સામાન્ય થઈ ગયા હતા. બીજીતરફ હાઈકોર્ટે આ મુદ્દે ફટકાર આપતા પોલીસ તંત્રએ હરકતમાં આવવું પડયું હતું. જેમાં તમામ સ્થાનિક પોલીસ અને ટ્રાફિક શાખા રોડ પર ઊતરી આવી હતી. પોલીસે ટ્રાફિકના નિયમોનું ઊલ્લંઘન કરનારા વાહનચાલકોને સ્થળ પર જ મેમો આપીને દંડ વસુલી કાયદાનું ભાન કરાવ્યું હતું.આમ છેલ્લા ત્રણ મહિનામાં પોલીસે નો પાર્કિંગ અને જાહેરનામાનો ભંગ વગેરે કેસો કર્યા હતા. જેમાં સ્થળ પર દંડ વસુલી અને ટોઈંગ કરેલા વાહનોને મળીને કુલ રૃ. ૧,૬૫,૩૬,૮૬૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો. હજીપણ આ ઝુબેશ ચાલુ રહેશે, એમ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે જણાવ્યું હતું. સૌથી વધુ દંડ સ્થળ પર વસુલમાં આવ્યો હતો. જેમાં ફોર વ્હીલરને રૃ.૧૦૦ નો દંડ તથા આ વાહનને ટોઈંગ કરીને લઈ જવાયતો બીજા રૃ.૫૦૦ મળીને રૃ. ૬૦૦ દંડ વસુલવામાં આવ્યો હતો. જ્યારે ટુ વ્હીલરને રૃ. ૧૦૦ દંડ અને ટોઈંગના ૨૫૦ મળી રૃ. ૩૫૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અંબાજીમાં ૬૧ ફિટના શિખરને સુવર્ણમય બનાવવા માટે કુલ ૧૪૦ કિલોગ્રામ સોનાનો ઉપયોગ થયો

ભક્તિ, શક્તિ, પ્રકૃત્તિનું ત્રિવેણી સંગમ ધરાવતા શક્તિપીઠ અંબાજી મંદિરનું શિખર ૧૫ ઓગસ્ટ ...

news

ટ્રાફિક પોલીસનો મ્યુનિ. સામે સપાટો, AMTSની ૪ અને BRTSની બે મળી ૬ બસો ડિટેઇન કરી

અમદાવાદમાં રોડ પર થઇ જતાં આડેધડ અને ગેરકાયદે પાર્કિંગ સામે ટ્રાફિક પોલીસ દ્વારા એક ...

news

ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ, ત્રિપલ તલાક પર જાણો શુ છે મોદી સરકારનો પ્લાન B

નવી દિલ્હી. આજે સંસદના મૉનસૂન સત્રનો અંતિમ દિવસ છે. અને મોદી સરકાર સંશોધિત સાથે ત્રણ તલાક ...

news

આ છોકરીએ એક દિવસમાં ગૂગલની મદદથીએ પોતે શોધી કાઢ્યું તેમનો સ્માર્ટફોન

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની એક છોકરીએ ગૂગલની મદદથી તેમના ગુમાવેલ સ્માર્ટફોન શોધી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine