કોંગ્રેસના નેતા અહેમદ પટેલે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યું

બુધવાર, 26 જુલાઈ 2017 (13:36 IST)

Widgets Magazine
ahmed patel


કોંગ્રેસમાં હાલમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. વિપક્ષના નેતા શંકરસિંહના પક્ષમાંથી રાજીનામા બાદ સ્થિતિ વધારે કથળી રહી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર અને સોનિયા ગાંઘીના રાજકિય સલાહકાર એહમદ પટેલે આજે ગુજરાતમાંથી ઉમેદવારી માટેનું ફોર્મ ભર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હું ગઈ કાલે શંકરસિંહને મળ્યો હતો અને તેમણે મને એવું વચન આપ્યું હતું કે તેઓ કોંગ્રેસને મત આપશે. મને તેમના વચન અને શબ્દો પર ભરોસો છે.

મંગળવારે ગુજરાત પ્રદેશ દ્વારા બોલાવાયેલી ધારાસભ્યોની બેઠકમાં અહેમદ પટેલને  કોંગ્રેસના 52 ધારાસભ્યો, બે એનસીપી, એક જેડીયુ મળીને કુલ 55 ધારાસભ્યો મત આપશે તેવો વિશ્વાસ વ્યક્ત થતા તેમની જીત નિશ્વિત હોવાનો દાવો પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કર્યો હતો. આ બેઠકમાં શંકરસિંહ વાઘેલાના   જૂથના પાંચ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા, અન્ય ગેરહાજર રહેનાર ધારાસભ્યોએ ટેકો જાહેર કરવાની પ્રદેશ પ્રમુખને ખાતરી આપી હતી. કોંગ્રેસે બોલાવેલી બેઠકમાં પ્રથમ અહેમદ પટેલે બેઠકમાં શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડવાનું કહ્યું હોવાથી તેમને આમંત્રણ અપાયું ન હતું ઉપરાંત મહેન્દ્રસિંહ વાઘેલા, રાઘવજી પટેલ, ધમેન્દ્રસિંહ જાડેજા, સી.કે.રાઉલ તેમજ બાપુ સહિત પાંચ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Video - ભારે વરસાદ અને પૂરને કારણે Mount Abuમાં ફસાયા 2000 પર્યટક

દેશના અનેક ભાગ આ સમયે પૂરની આફત સામે ઝઝૂમી રહ્યા છે. રાજસ્થાનના માઉંટ આબૂમાં ભારે વરસાદના ...

news

VIDEO-બનાસકાંઠામાં ચોમેર આકાશી તબાહીઃ 46 હજાર લોકોનું સ્થળાંતર, આર્મી અને એનડીઆરએફ ખડેપગે

બનાસકાંઠા જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદના કારણે ચોમેર તબાહી જોવા મળી રહી છે. પૂરગ્રસ્ત ...

news

અમદાવાદ પર મંડરાઈ રહ્યો છે પુરનો ખતરો, સાબરમતીમાં પાણીની સપાટી 133 મીટર પહોંચી

રાજસ્થાનનાં દક્ષિણ ભાગમાં સર્જાયેલું લો પ્રેશર અને અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન આગળ વધીને ...

news

Photos-ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા મોદીએ ગુજરાતની ક્ષમતા પર વિશ્વાસ બતાવ્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રરભાઇ મોદીએ ગુજરાતમાં અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તાઇરો માટે ભારત ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine