અમદાવાદ સૌથી વધુ આરામપ્રિય અને આળસુ શહેર - અભ્યાસ

મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (17:38 IST)

Widgets Magazine
body weight


મહિનાના ઓછામાં ઓછા 10 દિવસ વર્કઆઉટ કરનારા અને રોજની લગભગ 340 કેલરી બાળનારા ગુડગાંવ, નોએડા અને ગાઝીયાબાદ જેવા શહેર દેશમાં સૌથી વધુ કેલરી-કોન્શિયસ શહેર છે. જો કે આની સામે કલકતા, લખનઉ અને સૌથી વધુ આરામપ્રિય અને આળસુ શહેર છે. આ શહેરના લોકો મહિનામાં માંડ ચાર દિવસ વર્કઆઉટ કરતા હોઇ કેલરી-બર્નિંગનું પ્રમાણ પણ વઘુ નીચુ છે. આ સંબંધે કરાયેલા અભ્યાસમાં જણાવાયું છે કે ગુડગાંવ, નોએડા અને ગાઝીયાબાદ શહેરના લગભગ 40 ટકા લોકો રોજ દોડવા જાય છે તથા રોજના આશરે 4700 પગલા દોડે છે. જયારે કે શહેરના બાકીના લોકો સરેરાશ 4300 પગલા દોડે છે.

આ માહિતી દેશનાં 220 શહેરોમાંના 36 લાખ લોકોના ખોરાક અને વર્કઆઉટ સંબંધી ભેગી કરાયેલી મા હિતી પરથી મેળવવામાં આવ્યા છે.અભ્યાસમાં જણાયું છે કે કલકતા, લખનઉ અને અમદાવાદની મહિ લાઓ દેશના અન્ય ભાગની મહિલાઓ જેટલી જ એકટીવ છે. પણ આ ત્રણે શહેરના પુરૂષો આળસુ છે અને કેલરી-બર્નિંગની જે નેશનલ એવરેજ છે એના કરતાં માત્ર 35 ટકા કે લરી બર્ન કરે છે. જેન્ડર પ્રમાણે વાત કરીએ તો મહિનાના 14 દિવસ વર્કઆઉટ સાથે ભારતીય પુરૂષો સ્ત્રીઓ કરતાં વધુ સક્રિય છે. સ્ત્રીઓ મહિનાના 11 દિવસ જ વર્કઆઉટ કરે છે. પુરૂષો પુશ-અપ્સ અને બાઇસિકલીંગ જેવી કસરતો કરી વધુ કેલરી બર્ન કરે છે, જયારે મહિલાઓ યોગ અને સૂર્યનમસ્કાર જેવી કસરત પસંદ કરે છે. જો કે દિલ્હી-એનસીઆર, મુંબઇ બેંગ્લોર અને ચેન્નઇ જેવા મેટ્રો શહેરના રહેવાસીઓ દેશના અન્ય શહેરોના લોકોની તુલનાએ વધુ એકટીવ હોવાનું અહેવાલમાં જણાવાયું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મોદી સરકારનો મોટો નિર્ણય, હજ યાત્રા પર નહી મળે હવે સબસીડી

કેન્દ્રની મોદી સરકારે હજ યાત્રા પર મળનારી સબસીડીને ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. અલ્પસંખ્યક ...

news

જાણો મોદી અને તોગડીયાના સંબંધોમાં ખટાશ કેવી રીતે આવી?

સોમવારે અમદાવાદ ખાતે વિશ્વ હિંદૂ પરિષદ(VHP)ના કદાવર નેતા પ્રવિણ તોગડીયાના ગૂમ થવાના અને ...

news

હાર્દિક પટેલ અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ડી.જી.વણઝારા તોગડીયાને મળ્યાં

વિશ્વ હિન્દુ પરિષદના પ્રવીણ તોગડીયાને મળવા માટે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ડી.જી.વણઝારા ...

news

મોદી અને નેત્યાનાહૂની સુરક્ષા માટે ઈઝરાયલી ‘સ્નાઈપર' ગોઠવાશે

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂનો ‘રોડ-શો' ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine