સુરતની કિરણ હોસ્પિટલ અમરનાથ યાત્રામાં ઈજા પામેલાઓનો ખર્ચો ઉપાડશે, અમરનાથ યાત્રીઓને સુરત એરપોર્ટ લવાશે

મંગળવાર, 11 જુલાઈ 2017 (12:40 IST)

Widgets Magazine

surat amarnath

અમરનાથ યાત્રાએ ગયેલા શ્રધ્ધાળુઓ પર અનંતનાગમાં ત્રાસવાદી હુમલો થયો હતો. જેમાં  ઈજાગ્રસ્તો અને મૃતકોમાં મોટાભાગના દક્ષિણ ગુજરાતના વતનીઓ છે. ત્યારે મૃતકોને અને ઈજાગ્રસ્તોને શ્રીનગરથી એરફોર્સના સ્પેશિયલ એરક્રાફ્ટ સી-132 દ્વારા સુરત એરપોર્ટ પર લવાનાર છે. ત્યારે સુરત એરપોર્ટ પર તબીબોની ટીમ અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ ઉપાડનાર છે.  ત્યારે મૃતકોને શ્રધ્ધાંજલિ અને ઈજાગ્રસ્તોના ખબર અંતર પુછવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુરત એરપોર્ટ પર હાજર રહેનાર છે.  ઈજાગ્રસ્ત અમરનાથ યાત્રીઓને સુરતની કિરણ હોસ્પિટલમા વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે, એરપોર્ટ બે એમ્બુલન્સ અને ડોક્ટરની ટીમ રવાના કરી દેવામાં આવી હોવાનું  કિરણ હોસ્પિટલના ટ્રસ્ટી  ગોવિંદ ધોળકીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું. અનંતનાગમાં હુમલાનો ભોગ બનેલા યાત્રીઓના મૃતદેહ અને ઘાયલોને વિશેષ વિમાન દ્વારા સુરત એરપોર્ટ પર લાવશે, સુરતથી તેમના નિવાસ સ્થાનોએ રવાના કરાશે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અમરનાથ યાત્રિકો પર થયેલા હુમલામાં માર્યા ગયેલા યાત્રિકોના પાર્થિવ દેહને સુરત હવાઈ મથકે શ્રદ્ધાંજલી આપશે અને શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવશે.  જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં થયેલા ત્રાસવાદી હુમલામાં મુત્યુ પામેલા વલસાડ - દમણ ના મૃતકો ને હેલિકોપ્ટર દ્રારા સુરત એરપોર્ટ પર લાવવામાં આવશે ત્યારબાદ સબ વાહિની મારફતે તેઓના વતન મોકલાશે.  મુખ્યમંત્રી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ .ભા જ પા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ  અને મહામંત્રી ભરતસિંહ પણ સુરત જવા રવાના થયા છે.ગુજરાતના અમરનાથ યાત્રીઓ વિશે માહિતી માટે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ કંટ્રોલ રૂમ ખાતે ફોન નંબર  079-23251908 અને ટોલ ફ્રી નંબર  1070 કાર્યરત કરવામાં આવ્યા છે...
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Amarnath યાત્રાએ ગયેલી ઓમ ટ્રાવેલ્સના ડ્રાઈવરે કંપારી છુટે તેવી ઘટના વર્ણવી

શ્રીનગરના અનંતનાગમાં ત્રાસવાદીઓએ અમરનાથની યાત્રાએ ગયેલા ગુજરાતીઓની ઓમ ટ્રાવેલ્સ બસ પર ...

news

(Photo) બસ સાબરકાંઠા પાર્સિંગની હતી પણ તેમાં કોઇ મુસાફરો સાબરકાંઠાના ન હતા - હિમતનગર કલેક્ટર

અમરનાથ યાત્રામાં સાબરકાંઠાના પાર્સિંગ વાળી બસ પર હૂમલો થયો છે. ત્યારે હિંમતનગરના જીલ્લા ...

news

BJP Page Pramukh sammelan - ઉ.ગુજરાતમાં ભાજપને સુરતવાળી થવાનો ડર એટલે પેજ પ્રમુખનું સંમેલન ગાંધીનગરમાં?

વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ધમધમાટ શરૃ કર્યો છે જેના ભાગરૃપે પેજપ્રમુખોના સંમેલનો મળી ...

news

ટ્રાફિકના ભંગ બદલ અમદાવાદમાં 9.61 લાખ લોકોને મળ્યો ઈ મેમો , 1000થી વધુ લોકોનાં લાયસન્સ રદ થયાં

શહેરમાં ટ્રાફિક પોલીસે વિદેશમાં જે રીતે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine