શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :અમદાવાદ. , મંગળવાર, 7 માર્ચ 2017 (14:31 IST)

સોમનાથ જઈ રહેલ અમિત શાહની ગાડી પર પાટીદારોએ ફેંક્યા ઈંડા

બીજેપી અધ્યક્ષ અમિત શાહનો કાફલો સોમવારે જ્યારે સોમનાથ જઈ રહ્યો હતો તો જૂનાગઢના કેશોદની પાસે તેમના પર ઈંડા ફેંક્યા.  કેશોદમાં રસ્તામાં ઉભેલા પાટીદારોએ જેવા જ શાહના કાફલાને જોયો તેમને ઈંડા ફેંકવાની શરૂઆત કરી અને પોતાનો વિરોધ પ્રગટ કર્યો. ઉલ્લેખનીય છે કે અમિત શાહ બુધવારે સોમનાથમાં પીએમ નરેન્દ્ર મોદી સાથે એક પોગ્રામમા ભાગ લેવાના છે.  રાત્રે 11.30 વાગ્યે રસ્તા પર ઉભેલા પાટીદારોએ શાહના કાફલા પર ઈંડાનો વરસાદ કર્યો. અચાનક ઈંડાના વરસાદથી પહેલા તો ગાડીઓ ધીમી થઈ ગઈ હતી પણ તરત ચેતીને કાફલો સોમનાથ તરફ વધી ગયો. 
 
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પાટીદારોના અનામત આંદોલન દરમિયાન તેમના પર લાઠીચાર્જ થયો હતો. જેમા અનેક ઘવાયા હતા. પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ સહિત અનેક નેતાઓનુ માનવુ છે કે અમિત શાહના ઈશારે લાઠીચાર્જ થયો હતો. તેને લઈને પાટીદાર આંદોલનના નેતા અમિત શાહથી નારાજ ચાલી રહ્યા છે. 
 
આ પહેલા સૂરતમાં પણ અમિત શાહ પાટીદારોના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેઓ આ કાર્યક્રમમાં હાજરી આપીને સંદેશ આપવા માંગતા હતા કે પાટીદાર અમારી સાથે છે.  પણ ત્યા પાટીદાર આંદોલનના કાર્યકર્તાઓએ જોરદાર હંગામો કર્યો. વાત એટલી વધી ગઈ કે અમિત શાહને પોતાનુ ભાષણ વચ્ચે જ છોડીને ભાગવુ પડ્યુ હતુ. 
 
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી અમિત શાહે યૂપીમાં ધાબા નાખ્યા હતા. 8 માર્ચના રોજ અહી અંતિમ ચરણનુ મતદાન થશે. અમિત શાહે યૂપીમાં સપા-બસપા અને કોંગ્રેસ પર જોરદાર હુમલો કર્યો.  એટલુ જ નહી ગોરખપુરમાં તો તેમને યોગી આદિત્યનાથ સાથે મળીને મોટો રોડ શો કર્યો.  અમિત શાહનુ કહેવુ છે કે યૂપીમાં બીજેપીનુ પ્રદર્શન સૌથી સારુ રહેશે.