ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :નવી દિલ્હી , બુધવાર, 9 ઑગસ્ટ 2017 (16:04 IST)

VIDEO Amit Shah - મોદીના ચાણક્ય અને રાજનીતિના બાહુબલી

. ભાજપા અધ્યક્ષ અમિત શાહને બુધવારે પાર્ટી પ્રમુખના રૂપમાં ત્રણ વર્ષ થઈ ગયા. રસપ્રદ તો એ છે કે આ ખાસ અવસર પર તેમના ગૃહરાજ્ય ગુજરાતના ધારાસભ્યોએ તેમને રાજ્યસભા ચૂંટણીમાં જીતાડીને અને પહેલીવાર રાજ્યસભા મોકલીને વિશેષ ભેટ આપી છે 2014ના લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના પ્રભારીના રૂપમાં એનડીને 73 સીટો જીતાડનારા અમિત શાહને પીએમ નરેન્દ્ર મોદીએ સમગ્ર ચૂંટણી માટે મેન ઓફ ધ મેચ જાહેર કર્યા હતા. ત્યારબાદ અમિત શાહને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા. બીજેપીના અધ્યક્ષના રૂપમાં અમિત શાહે પાર્ટીને અનેક નવા મુકામ સુધી પહોંચાડ્યા.. આવો જાણીએ બીજેપીના અધ્યક્ષ... મોદીના ખાસ અને રાજનીતિના ચાણક્ય તરીકે ઓળખાતા અમિત શાહની ઉપલબ્ધિયો પર એક નજર  
 
- અમિત શાહે અધ્યક્ષ પદ સાચવતા જ ઝારખંડ, હરિયાણા, મહારાષ્ટ્રમાં બીજેપી અને સહયોગી દળોને જીત મળી.. અને અહી બીજેપીની સરકાર બની.. 
- ગોવા મણિપુર અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં બહુમત ન હોવા છતા કેટલાક રાજનીતિક ગુણાભાગથી સત્તા પ્રાપ્ત કરી લેવામાં સફળતા મેળવી..  
- પૂર્વોત્તરમાં પહેલીવાર અસમમાં બીજેપીની સરકાર બની. સર્વાનંદની સોનોવાલની આગેવાનીમાં બીજેપીના બહુમતવાળી સરકાર બની.. 
- જમ્મુ કાશ્મીરમાં વિચારધારાના લેવલ પર બિલકુલ ઉલટી પીડીપી-બીજેપી ગઠબંધનની સરકાર બની અને ચાલી પણ રહી છે. 
- બિહારમાં બીજેપીને મહાગઠબંધનના હાથે કરારી હાર મળ્યા પછી પણ માત્ર 14 મહિનામાં જ તેને જીતમાં તબદીલ કરી બતાવી. અને નીતીશ કુમારને પોતાના પક્ષમાં કરીને બિહારમાં એનડીએની સરકાર બનાવી દીધી. 
- બીજેપીએ સમગ્ર ભારતમાં 11 કરોડ સભ્ય જોડ્યા.. હાલ બીજેપી દુનિયાની સૌથી મોટી પાર્ટી બની. 
- અમિત શાહે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને પ્રચંડ જીત અપાવીને સાબિત કરી દીધુ કે બીજેપી પ્રત્યે દેશનો વિશ્વાસ વધ્યો છે.
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર