મહેસાણામાં આગામી સપ્તાહમાં યોજાનાર આઝાદી કૂચની મંજુરી ના અપાઈ

સોમવાર, 10 જુલાઈ 2017 (12:40 IST)

Widgets Magazine


બનાસકાંઠામાં કાગળ પર ફાળવવામાં આવેલી જમીન પર કબજો મેળવવા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે મહેસાણામાં ૧૨મી જુલાઇએ આઝાદી કુચનું આયોજન કર્યુ હતું પણ તંત્રેએ છેલ્લી ઘડીએ પરમિશન આપી ન હતી. દલિતોએ એવો આક્ષેપ કર્યો છેકે, મંત્રી નિતીન પટેલના ઇશારે તંત્રએ રેલીની મંજૂરી રદ કરી દીધી છે. ઉનાકાંડના એક વર્ષ નિમિતે મહેસાણામાં આયોજિત કરાઇ છે. આ રેલીમાં કનૈયાકુમાર ઉપરાંત દલિત,પાટીદારો, મુસ્લિમ આગેવાનો હાજરી આપશે . રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વિનર જીજ્ઞોશ મેવાણીએ એવો આક્ષેપ કર્યો છેકે, નરેન્દ્ર મોદી-અમિત શાહના રોડ શો માટે કરોડોનું આંધણ કરી મંજૂરી આપવામાં આવે છે જયારે દલિત-પાટીદારોની રેલી હોય તો તંત્ર મંજૂરી આપતુ નથી.

ભાજપ સરકારના ઇશારે તંત્ર લોકશાહીનું ગળુ ઘોંટવાની એકેય તક ગુમાવતુ નથી. ઉનાકાંડના પિડીતોને હજુ ન્યાય મળ્યો નથી . ગૌરક્ષકોની દાદાગીરી હજુ ઓછી થઇ નથી. ખેડૂતોના દેવા માફ થયા નથી ત્યાં આઝાદીની કૂચ થકી ન્યાય માંગતા દલિતોને પરમિશન પણ અપાતી નથી. પાટીદાર કેદીનું જેલમા મૃત્યુ થયાનો મુદ્દો હજુ થમ્યો નથી ત્યાં દલિતોની રેલીથી સરકાર ફફડી ચૂકી છે. દલિતોએ એવુ નક્કી કર્યું છેકે, સરકાર મંજૂરી નહી આપે તો પણ ૧૨મી જુલાઇએ મહેસાણાના સોમનાથ ચોકમાં દલિત સહિત પાટીદારો, મુસ્લિમો મોટી સંખ્યામાં ઉમટી પડશે . એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છેકે, વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારો, દલિતો, ખેડૂત સંગઠનો, વેપારીઓ, લઘુમતી મંત્રી નિતીન પટેલને મત થકી જવાબ આપશે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદ શહેર હેરિટેજ સિટી’ બનતાં હરખની હેલી:ઐતિહાસિક અમદાવાદને યુનેસ્કોનું બહુમાન

600 વર્ષ જૂના અમદાવાદ શહેરની યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સીટીની યાદીમાં પસંદગી કરી લીધી છે. ...

news

Bhavnagar News-ગુરૂપૂર્ણિમાના તહેવારે જ બગદાણામાં બારે મેધ ખાંગા, ભાવિક ભક્તોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો

ગુરૂપૂર્ણિમાના તહેવારે જ ભાવનગર શહેરમાં દોઢેક ઇંચ વરસાદ વરસી જતા ઠંડક પ્રસરી હતી. ...

news

શુ નરેન્દ્ર મોદી ભારતના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી છે ?

કેમરાની આંખો નરેન્દ્ર મોદીના ચહેરા પરથી જાણે હટતી જ નથી મંત્રમુગ્ધનીજેમ તેનો પીછો કરતી ...

news

Nagpur News - રજાઓનો આનંદ લઈ રહેલ વિદ્યાર્થીઓ માટે સેલ્ફી બની મોત, હોડી પલટવાથી થઈ દુર્ઘટના

સેલ્ફી લેતી વખતે નાવ પલટી જવાને કારણે ચાલક સહિત અનેક યુવકોના જીવ સાથે મોટી દુર્ઘટ્ના બની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine