બેટી પઢાઓ બેટી બચાવોના માત્ર નારા, વડોદરાની ૧૦,૦૦૦ દીકરીઓની ફી હજુ સુધી સરકારે ભરી નથી

મંગળવાર, 30 જાન્યુઆરી 2018 (17:12 IST)

Widgets Magazine
beti bachavo


'બેટી બચાવો બેટી પઢાઓ'ના નારાઓથી રાજ્યભરમાં ગરીબ પરિવારની દીકરીઓને એક તબક્કે એવી આશા જાગી હતી કે હવે તેમના માટે સરકાર  આગળ આવી છે અને તેના ભવિષ્યને ઉજળુ કરશે પરંતુ સરકારનું હવે બેટી પઢાઓ અભિયાન પણ ફારસરૃપ સાબીત થઇ રહ્યુ છે. સત્રની શરૃઆતમાં સરકારે ગ્રાન્ટ એઇડ શાળાઓની ધો.૯ થી ૧૨ની દીકરીઓની ફી ભરવાની જાહેરાત કરી હતી. ફીના નાણા નહી આવતા શાળાઓ પણ મુશ્કેલીમાં મુકાઈ છે. 

સરકારે આ શૈક્ષણિક સત્રના પ્રારંભમાં મોટાપાયે એવી જાહેરાત કરી હતી કે બેટી પઢાઓ અભિયાન અંતર્ગત હવે રાજ્યમાં ગ્રાન્ટ એઇડ શાળાઓમાં ભણતી ધો.૯ થી ૧૨ની દીકરીઓની ફી સરકાર ભરશે. આ જાહેરાતથી ખુશીની લહેર જોવા મળી હતી પરંતુ આ શૈક્ષણિક સત્ર પુરૃ થવાને હવે માંડ ૩ મહિના બાકી રહ્યા છે પણ સરકારે હજુ સુધી એક પણ દીકરીની ફી ભરી નથી. વડોદરામાં ગ્રાન્ટ એઇડ શાળાઓમાં અભ્યાસ કરતી આવી ૧૦,૦૦૦થી વધુ દીકરીઓ છે જે બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ફીની રાહ જોઇ રહી છે. સ્વાભાવીક છે કે સરકારે જાહેરાત કરી હોવાથી આ દીકરીઓના વાલીઓએ શાળાઓમાં ફી જમા કરવી નથી જેના કારણે ૯ મહિનાથી લાભાર્થી દીકરીઓની ફી શાળામાં આવી નહી હોવાથી શાળા સંચાલકો પણ હવે મુશ્કેલીમાં મુકાયા છે. ઉલ્લેખનિય છે કે ગ્રાન્ટ એઇડ શાળામાં ધો.૧ થી ૮નું શિક્ષણ તો નિઃશુલ્ક છે સાથે સાથે સરકારે ધો.૯ થી ૧૨ની દીકરીઓની ફી ભરવાની જાહેરાત તો કરી હતી પરંતુ ફી હજુ સુધી ભરાઇ નથીWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગોધરાકાંડના આરોપીને પંચમહાલ પોલીસે ઝડપી પાડ્યો

16 વર્ષ જૂના ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં વોન્ટેડ આરોપીને પંચમહાલ પોલીસે ઝડપી પાડ્યો છે. ...

news

બનાસકાંઠામાં પાકિસ્તાનનું વોટ્સએપ ગૃપ ક્રિએટ, જિલ્લાની આંતર રાષ્ટ્રીય સરહદેથી મળ્યું બાઝ પક્ષી

દેશની કાશ્મીર સરહદ ઉપર નાપાક પાકિસ્તાન દ્વારા અવાર-નવાર સીમા કરારનો ભંગ કરી બોમ્બમારો ...

news

મોદી સાહેબ તમારા વતનમાંથી 20 ટકા બાળકો શાળામાં દાખલ જ થતાં નથી

ગુજરાતની ભાજપ સરકારે છેલ્લા ૧૫ વર્ષમાં પ્રવેશોત્સવ, ગુણોત્સવ સહિતના જુદા જુદા ઉત્સવોના ...

news

સુરત મનપાનું 5378 બજેટ , રાજકોટ મનપાનું 1727 કરોડ બજેટ, લોકોને ધોળા દિવસે સ્વપના બતાવ્યાં

આજે રાજકોટ મહાનગરપાલિકા 2018-19 બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં પાણી વેરો બમણો કરવામાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine