#Amarnath યાત્રાએ ગયેલી ઓમ ટ્રાવેલ્સની બસ આખરે કોણ ચલાવી રહ્યું હતું? સવાલો ઉઠવા માંડ્યાં

બુધવાર, 12 જુલાઈ 2017 (17:38 IST)

Widgets Magazine
amarnath bus attack


ગુજરાતથી અમરનાથ યાત્રાએ ગયેલી બસ પર સોમવારે રાતે હુમલો થયો ત્યારે બસના ડ્રાઇવરની હિંમતને કારણે અન્ય પ્રવાસીઓના જીવ બચી ગયા હતા. પણ હવે આ ઘટના પર સવાલો ઉભા થવા લાગ્યાં છે કે આ બસ કોણ ચલાવી રહ્યું હતું?. સૌપ્રથમ આ બસ હર્ષ દેસાઈ ચલાવતો હોવાના અહેવાલ  આવ્યા હતા. જો કે સલીમ શેખે તે બસ ચલાવતો હોવાનું જણાવ્યું છે. મીડિયા રીપોર્ટ એવું કહે છે કે હર્ષ પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ નહીં હોવાથી તે બસ ચલાવતો હોવા છતાં હવે કંઈ બોલવા તૈયાર નથી.

સલીમ તેની બાજુમાં બેઠો હતો. સલીમ મિર્ઝાએ ફોન કરી તેમની બસ પર આતંકવાદી હુમલો થયો હોવાનું જણાવ્યું હતું વલસાડથી અમરનાથ યાત્રાએ નીકળેલી બસના ડ્રાઇવર સલીમ મિર્ઝાએ  રાતે સાડા નવ વાગ્યા આસપાસ પોતાના કઝિન જાવેદને ફોન કર્યો હતો અને સાડા આઠ વાગ્યે તેમની બસ પર આતંકવાદી હુમલો થયો હોવાનું જણાવ્યું હતું.  ગુપ્તચર એજન્સીઓ અને રાજ્ય સરકાર આ ઘટના માટે બસ માલિક અને ડ્રાઇવર પર જ પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે કે અમરનાથ યાત્રા માટે તેને જરૂરી રજીસ્ટ્રેશન કરાવ્યું નહોતું અને ન તો બસ સુરક્ષા માપદંડોનું પાલન કરી રહી હતી. આ બસ ગુજરાતની ખાનગી ટ્રાવેલ કંપનીની હતી, તેણે આ તમામ વાતોને રદિયો આપતા ખોટી ગણાવી છે. ટ્રાવેલ કંપનીના માલિક જવાહર દેસાઇએ અગ્રણી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ડ્રાઇવરની સાથો સાથ ભકતોનું પણ રજીસ્ટ્રેશન કરાવેલું હતું અને આ કાગળ હુમલા બાદ બસમાં જ છૂટી ગયા હતા. તેમણે સુરક્ષા એજન્સીઓની દાવાની પોલ ખોલતા તમામ દસ્તાવેજો પણ દેખાડ્યા અને કહ્યું કે રજીસ્ટ્રેશન વગર બાબા બર્ફાનીના દર્શન માટે કોઇ જઇ શકે નહીં. જમ્મુ-કાશ્મીર સરકારના બે પાનાંના રિપોર્ટમાં લખ્યું છે કે આ બસ સાંજે 4:40 મિનિટે શ્રીનગરથી જમ્મુ માટે રવાના થઇ હતી. અનંતનાગના સંગમ વિસ્તાર પાસે પહોંચતા ડ્રાઇવરે યાત્રાળુઓને કહ્યું કે બસનું ટાયર પંકચર થઇ ગયું છે, જેને બદલવામાં અંદાજે એક કલાકનો સમય લાગ્યો. ત્યારબાદ બસ જ્યારે આગળ વધી તો 8:17 વાગ્યે ખાનાબલની પાસે આતંકીઓએ હુમલો કરી દીધો. જોકે આ દરમ્યાન બસ ડ્રાઇવર સલીમ શેખ ગભરાયા વગર બસ ચલાવતા રહ્યાં. ત્યારબાદ માંડ 75 ગજ જેટલું આગળ પહોંચવા પર બસ પર આંતકીઓએ બીજીવખત હુમલો કરી દીધો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમરનાથ યાત્રા ઓમ ટ્રાવેલ્સ બસ આખરે કોણ ચલાવી રહ્યું હતું? ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Mehsana News - તોફાને ચડેલા આખલાનું આખરે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું

મહેસાણા શહેરના રાધનપુર રોડ ઉપર અનેક બાઈકોને નિશાન બનાવનાર તોફાની આખલાને પકડવા રેસ્કયુ ...

news

દૂધસાગર ડેરીના કર્મચારીએ માઉન્ટ એલ્બ્રુસની ૧૮,પ૦૦ ફૂટની ઊંચાઈ સર કરી

મહેસાણાની જાણીતી દૂધસાગર ડેરીના કર્મચારીએ એવરેસ્ટ પર ટ્રેનિંગ લઈને રશિયાના માઉન્ટ ...

news

Rajkot News - રાજકોટ ઝૂનો એનિમલ કિપર પાંજરાને તાળું મારવાનું ભૂલી જતાં સિંહ પાંજરામાંથી બહાર આવી ગયો

રાજકોટ ઝૂમાં આજે સવારે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સિંહના પાંજરાને તાળું મારવાનું ભૂલાઇ જતા ...

news

ઈ-મેમોએ પતિની પ્રેમલીલા પકડતાં પત્ની પોલીસ સ્ટેશનમાં પહોંચી

શહેરના મોટાભાગના ચાર રસ્તા પર કેમેરા લાગી જતાં અમદાવાદીઓને ટ્રાફિક સિગ્નલ પર સાવધ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine