Widgets Magazine
Widgets Magazine

કોંગ્રેસમાં અંદરખાને સળગતો જૂથવાદ, ધારાસભ્યોએ પ્રદેશ નેતાગીરી સામે સવાલ ઉઠાવ્યા

બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (16:23 IST)

Widgets Magazine
congress

૨૦મી ફેબુ્રઆરીથી ગુજરાત વિધાનસભાના સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. કોંગ્રેસે ભાજપ સરકારને વિવિધ લોકપ્રશ્નોના મુદ્દે ભીંસમાં લેવા પાટનગર ગાંધીનગરમાં બેઠક બોલાવી હતી જેમાં પ્રદેશની નેતાગીરી સામે કોંગ્રેસના ધારાસભ્યએ પ્રશ્ન ઉઠાવી એવું રોકડુ પરખાવી દીધું કે, સાહેબ, ચૂંટણી જીતવાની વાત છોડો, અત્યારે તો તમે પાંચેય નેતાઓ એક રહો તો ય ઘણું છે. ધારાસભ્યએ ટોણો મારતાં બેઠકમાં પ્રદેશના નેતાઓ પણ ચોંકી ઉઠયા હતાં.

ગાંધીનગર સરકીટ હાઉસમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી જેમાં નોટબંધી, ખેડૂતોના પોષણક્ષમ ભાવો , મહિલાઓ પરના વધતાં જતા અત્યાચાર , કાયદા વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતી સહિતના મુદ્દે ભાજપ સરકારને ભિડવવાની રણનીતિની ચર્ચા થઇ હતી તે વખતે જ આખીય વાત આડે પાટે ચડી ગઇ હતી કેમ કે , એક ધારાસભ્યએ એવી પણ ટિખળ કરી કે, સાહેબ, બધુ તો ઠીક, ટિકિટમાં સરખુ કરજો નહીતર બધી બાજી બગડશે. એક ધારાસભ્ય એ એવો ટોણો માર્યો કે, સાહેબ,તમે બધા એક રહેતા નથી તેના કારણે કાર્યકરોમાં નેતાગીરીને લઇને નિરાશા વ્યાપી છે. તમે પાંચેય એક રહો તો અડધુ કામ પત્યું સમજો. આવા ટોણાંથી પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી ભડક્યા હતાં .તેમણે ધારાસભ્યોને એવુ સુણાવ્યું કે, આ વાત અમારે કહેવાની, તમે ધારાસભ્યો છો, તમારે જ કાર્યકરોને કદી દેવાનું કે, બધા એક જ છે. અમે પાંચેય એક જ છીએ. બધા ભેગા મળીને કામ કરીએ છીએ. આમ, પ્રદેશ નેતાગીરી સામે ખુદ કોંગ્રેસના ધારાસભ્યએ પ્રશ્ન ઉઠાવતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. બેઠકમાં ભાજપને ભિડવવાની બદલે ટિકિટ સહિત પ્રદેશ નેતાગીરીની ચર્ચા વધુ થઇ હતી. એ મુદ્દે પણ બેઠકમાં મતમતાંતર સર્જાયા કે, વિધાનસભામાં વોકઆઉટને કરવાને બદલે ગૃહમાં પૂર્ણ સમય સુધી હાજરી આપીને લોકપ્રશ્નોના મુદ્દે સરકારના મંત્રીઓ સાથે ચર્ચા કરવી જોઇએWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

આપની મોદીને ગુજરાતમાં ઘેરવાની રણનીતિ સાથે મિશન ગુજરાતની બલ્યૂ પ્રિન્ટ તૈયાર

પંજાબ અને ગોવામાં વિજયના દાવા કરનારી આમ આદમી પાર્ટીએ હવે વડા પ્રધાન મોદીને તેમના ગૃહ ...

news

આદીવાસી યાત્રામાં લોકોએ ચાલતી પકડી, ભાજપમાં ચિંતાનું મોજુ

આદિવાસી ગોરવ યાત્રામાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમનું ભાષણ શરૂ કરતાની સાથે કેટલાક ...

news

શશિકલાની તાજપોશી પહેલા બાગી બન્યા પનીરસેલ્વમ, હવે આગળ શુ થશે ?

તમિલનાડુના સીએમ પદ પર એઆઈએડીએમકે મહાસચિવ શશિકલાની તાજપોશી પહેલા પાર્ટીમા મોટો વિવાદ ઉભો ...

news

સાયબર ગુનાના ઉકેલ માટે હવે ગુજરાત ‘‘સાયબર કોપ્સ’’થી સજ્જ

ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, આજના વિકસિત યુગમાં ટેકનોલોજીના કારણે ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine