શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :ખેડા. , બુધવાર, 11 જુલાઈ 2018 (16:46 IST)

ખેડા જીલ્લામાં શાળાએ જવા માટે જીવ જોખમમાં નાખીને આ રીતે નાળુ પાર કરે છે બાળકો

ગુજરાતમાં શાળાએ જતા બાળકોનો એક એવો વીડિયો સામે આવ્યો છે જે તમારા રૂંવાટા ઉભા કરી દેશે. વીડિયો રાજ્યના ખેડા જીલ્લાનો છે.  જેમા બાળકો જીવ જોખમમાં મુકીને પુલ પાર કરતા દેખય રહ્યા છે.  નાએયા અને ભેરઈ ગામને જોડનારો આ પુલ બે મહિના પહેલા તૂટી ગયો હતો.  ગ્રામીણોએ અનેકવાર અરજી કરી છતા કોઈ સુનાવણી ન કરી. 
વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે શાળાના બાળકો પોતાના માતાપિતા અને સ્થાનીક લોકોની મદદથી નાળુ પાર કરી રહ્યા છે. આ ખૂબ જ ખતરનાક છે. આવી સ્થિતિમાં જરા પણ ચૂક થતા કોઈની પણ સાથે દુર્ઘટના થઈ શકે છે.  શાળા જવા માટે બાળકો સાથે મોટેરાઓને પણ નાળુ આ રીતે જ પાર કરવુ પડે છે. 
 
એક સ્થાનીક રહેવાસીએ જણાવ્યુ કે જો અમે આ રસ્તાનો ઉપયોગ નથી કરતા તો અમને એક કિલોમીટરને બદલે 10 કિમીનુ અંતર કાપવુ પડે છે.  આ દરમિયાન ખેડા કલેક્ટરે નિર્માણ કાર્ય જલ્દી શરૂ કરવાનુ આશ્વાસન પણ આપ્યુ છે.  તેમણે કહ્યુ કે નિર્માણ કાર્ય જલ્દી શરૂ થશે. ફક્ત વરસાદને કારણે પુલ બનાવવાનુ કામ શરૂ થયુ નથી.