ઈ-મેમોએ પતિની પ્રેમલીલા પકડતાં પત્ની પોલીસ સ્ટેશનમાં પહોંચી

બુધવાર, 12 જુલાઈ 2017 (14:09 IST)

Widgets Magazine

 શહેરના મોટાભાગના ચાર રસ્તા પર કેમેરા લાગી જતાં અમદાવાદીઓને ટ્રાફિક સિગ્નલ પર  સાવધ રહેવાની ફરજ પડી રહી છે. અત્યાર સુધી ઘેર આવતા ઈ-મેમોના કારણે કેટલાક પતિઓની પ્રેમલીલાનો ભાંડો ફુટ્યો હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે, ત્યારે આવો જ એક કિસ્સો હાલના દિવસોમાં ચર્ચાસ્પદ બન્યો છે. 
emamo

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં એક મહિલા પતિના નામે આવેલા બે ઈ-મેમો લઈને ઘાટલોડિયા પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસને પહેલા તો એમ થયું કે બેન દંડની રકમ ભરવા આવ્યા હશે, પરંતુ અધિકારી સામે ઈચલણ ધરી મહિલાએ જે સવાલ પૂછ્યો તે સાંભળી પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ હતી.પોતાના 18 વર્ષના દીકરા સાથે પોલીસ સ્ટેશન આવેલી આ મહિલાએ ઈમેમો બતાવી પોલીસને પૂછ્યું હતું કે, મારા પતિની બુલેટ પાછળ દુપટ્ટો બાંધીને બેઠેલી આ મહિલા કોણ છે તે મારે જાણવું છે..

મહિલાનો સવાલ સાંભળી પોલીસ અધિકારી પણ ચોંકી ગયા હતા. શરુઆતમાં તો તેમણે તમારા કોઈ સંબંધી હશે તેમ કહી મહિલાને શાંત પાડવા પણ પ્રયાસ કર્યો હતો. જોકે, જે વિસ્તારના આ ઈમેમો હતા ત્યાં તેમના કોઈ સંબંધી રહેતા ન હોવાનો મહિલાએ દાવો કરતાં પોલીસ પણ મૂંઝાઈ હતી.મહિલાએ પોલીસને એમ પણ કહ્યું હતું કે, આવો પહેલો મેમો ઘરે આવ્યો ત્યારે પતિને તેમણે આ અંગે પૂછતા પતિએ કહ્યું હતું કે, આ મહિલા ઓફિસમાં મારી સાથે કામ કરે છે, અને તેમની પાસે વાહન ન હોવાથી તેઓ મારી પાછળ બેઠા હતા. જોકે, આવો જ બીજો મેમો આવતા, અને તેમાં પણ એ જ મહિલા દેખાતા પત્નીના મનમાં શંકાનો કીડો સળવળ્યો હતો, અને તે મેમો લઈ સીધી જ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. પોલીસે મહિલાની અરજી લઈને તપાસ શરુ કરી છે.
 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

Viral Video - ટાઈટલ છે 'ખાને મે ક્યા હૈ' અને વાત થઈ રહી છે સેક્સ પર

આ વર્ષની સૌથી કંટ્રો વર્શિયલ ફિલ્મ કઈ છે તો જવાબ છે લિપસ્ટીક અંડર માય બુર્કા.. કદાચ આ જ ...

news

સૂરતમાં વિજય રૂપાણીએ Amarnath યાત્રાળુઓને આપી શ્રદ્ધાંજલિ(Video)

સુરત પહોચ્યા Amarnath યાત્રાળુઓના શબ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ(Video)

news

સુરત પહોચ્યા અમરનાથ યાત્રાળુઓના શબ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ(જુઓ ફોટા)

અમરનાથ યાત્રા દરમિયાન આતંકી હુમલામાં માર્યા ગયેલા શ્રદ્ધાળુઓના શબ ગુજરાતના સૂરત શહેરમાં ...

news

ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ગોપાલકૃષ્ણએ ગુજરાત સરકારને અંધારામાં રાખી દુકાળની જાત તપાસ કરી હતી

દેશના ઉપરાષ્ટ્રપતિના વિરોધ પક્ષના ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંઘી પણ ગાંધીજીની જેમ સાદગી, સત્ય ...

Widgets Magazine