શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 ફેબ્રુઆરી 2019 (12:36 IST)

ખેડૂતોને 6 હજાર રુપિયા નહીં પણ પોષણક્ષમ ભાવોની જરૂર છેઃ જયનારાયણ વ્યાસ

ગુજરાતની મોદી સરકારમાં મંત્રી રહેલા જયનારાયણ વ્યાસ વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના એમ.પી. પટેલ ઓડિટોરીયમ હોલમાં વચગાળાના બજેટ પર યોજાયેલા વ્યાખ્યાન સમારોહમાં હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ દેશના જીડીપીનો 55 ટકા વહેવાર રોકડમાં થાય છે. તેથી નોટબંધી કરવી નિરર્થક છે.તેમણે જીએસટીના અમલીકરણ સંદર્ભે સરકારની પ્રશંસા કરી હતી. ઈન્ટરીમ બજેટની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વચગાળાનું બજેટ હોવા છતાં પણ આ બજેટ એકંદરે સારૂં છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ અને ખેતીક્ષેત્રમાં જો અમૂલ મોડલ અપનાવીએ તો ગુજરાતના ગામડાં સમૃદ્ધ થઈ શકે. સરકારની ખેડૂતોને રૂા. છ હજારની સબસિડીની તેમણે ટીકા કરી હતી. તેમણે અગાઉ પણ રીઝર્વ બેંકના નવા નિમાયેલા ગવર્નર પર પણ ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.  જયનારાયણ વ્યાસે ટવીટ કર્યું છે કે,RBIના નવા ગવર્નર દાસની શૈક્ષણિક લાયકાત એ એમએ{માસ્ટર ઇન આર્ટસ (ઇતિહાસ)} છે.આશા રાખો અને પ્રાર્થના કરો કે તેRBIને પણ ઇતિહાસ બનાવી દે. ભગવાન આ નવા આગમનને આશીર્વાદ આપે !! જયનારાયણ વ્યાસ ભાજપના પીઢ અને અભ્યાસુ નેતા છે જેઓ ૨૦૦૭-૨૦૧૨ વિધાનસભામાં સિદ્ધપુરથી ભાજપનાં ધારાસભ્ય હતા અને ત્યારબાદ તેઓ રાજ્યના આરોગ્ય મંત્રી પણ હતા અને ૨૦૧૭ ચુંટણીમાં તેઓ ભાજપના પ્રવક્તા પણ હતા. જયનારાયણ વ્યાસના અભ્યાસ અને તેમની છબી આગવી છે તેમની વાતમાં તર્ક અને ઊંડો અભ્યાસ હોય છે અને તેમણે કરેલી આ ટવીટ પણ એમના અભ્યાસ અને તારણોના આધારે હોય એવું માની શકાય.