Widgets Magazine
Widgets Magazine

ફાયરબ્રિગેડની ઐતિહાસિક ઈમારત ભૂતકાળ બનશે,દાંડિયાબજારમાં રસ્તો પહોળો કરવા ઈમારત જમીનદોસ્ત કરાશે

શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (16:26 IST)

Widgets Magazine

fire bigrade

વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતોમાં જેની ગણના થાય છે તે દાંડીયાબજાર વિસ્તારની ફાયરબ્રિગેડની ભવ્ય ઇમારત રસ્તો પહોળો કહવા માટે  જમીનદોસ્ત કરવાનો નિર્ણય લેવાતા જોવાલાયક ઇમારત ભૂતકાળ બની જશે.કોર્પોરેશને તમામ કર્મચારીઓને તા.૨૮ ફેબુ્રઆરી સુધીમાં ક્વાટર્સ ખાલી કરવા આદેશ આપ્યો છે.જો કે ફાયરબ્રિગેડનો મુખ્ય કંટ્રોલરૃમ કાયમી ધોરણે ક્યાં લઇ જવાશે તે અંગે તંત્ર હજી અવઢવમાં છે.
વડોદરા ફાયરબ્રિગેડની સૈનિકોના ક્વાટર્સ સાથેની ગાયકવાડી સમયની યાદ અપાવતી ઇમારતનો પાયો ૧૯૫૧ની સાલમાં નંખાયો હતો.ઇમારતમાં નીચે ૮વાહન પાર્ક થાય તેવા છ ડેલા અને ઉપર ત્રમ માળમા ૨૪ કવાટર્સ હતા.૨૪ કલાક ફાયર સેવા મળી રહે તે માટે ચીફ ફાયર સહિતના સ્ટાફ માટે અહીં રહેવાના ક્વાટર્સ બનાવવામાં આવ્યા હતા. વડોદરા શહેરની જોવાલાયક ઇમારતો પૈકીની એક એવી ફાયરબ્રિગેડની ભવ્ય ઇમારત  હવે ભૂતકાળ બની રહેશે.કોર્પોરેશન દ્વારા રસ્તો પહોળો કરવા માટે આ ઇમારતને જમીનદોસ્ત કરવા માટે નિર્ણય લેવાયો છે.ઇમારતમાં રહેતા ૧૫ સ્ટાફ કર્મીઓને પણ કવાટર્સ ખાલી કરવા નોટીસ આપી દેવામા આવી છે.
નવાઇની વાત એ છે કે,વડોદરા અને આસપાસના જિલ્લાઓમાં ફાયર સર્વિસ આપતા વડોદરા ફાયરબ્રિગેડના મુખ્ય કંટ્રોલરૃમને ક્યાં લઇ જવો ? તેના મોંઘાદાટ ફાયર એન્જિન ક્યાં લઇ જવા ? રસ્તો કેટલો મોટો કરાશે ? જેવી કોઇ  જ  યોજના હજી તૈયાર નથી.વડોદરાના કલા,સ્થાપત્ય અને સંસ્કૃતિના ગુણગાન ગાતા તમામ પક્ષના રાજકીય નેતાઓ માટે પણ આ નિર્ણય કસોટીરૃપ બન્યો છે. પ્રથમ ચીફ ફાયર અરવિંદરાય વૈષ્ણવના પુત્ર મૌલિનભાઇએ કહ્યુ હતુ કે,વડોદરા ફાયરબ્રિગેડની દાંડીયાબજારની ઇમારત માટે પહેલા ચીફફાયર અરવિંદરાય વૈષ્ણવનો મહત્વનો ફાળો હતો.ગાયકવાડી સમયે રાવપુરા,લહેરીપુરા અને વાડી વિસ્તારમાં બંબાથાના હતા.અરવિંદરાય વૈષ્ણવે તત્કાલીન વડોદરા નગર પાલિકાના પ્રમુખ વેણીભાઇ મોદી સમક્ષ ફાયરના સાધનો અને સ્ટાફ એકસાથે હોય તેવી યોજના મુકી હતી.મુંબઇની ઇમારતનો અભ્યાસ પણ કરાયો હતો અને તેને આધારે ઇમારત બનાવાઇ હતી. દાંડીયાબજાર ફાયરબ્રિગેડની ત્રણમજલી ઇમારતમાં નીચે ફાયરના સાધનો અને ઉપર ૨૪ ક્વાટર્સ બનાવવામા આવ્યા હતા.શરૃઆતમાં ક્વાટર્સની બહાર મધ્યમાં થાંભલા મુકાયા હતા.ઇમરજન્સી કોલ આવે ત્યારે જવાનો દાદર વાટે નહી પણ ત્રણ માળ સુધીના થાંભલા વાટે લસરીને નીચે ઉતરતા હતા.જો કે હવે આ થાંભલા રહ્યા નથી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ફાયરબ્રિગેડ ઈમારત ભૂતકાળ ઐતિહાસિક ઈમારત દાંડિયાબજાર ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર વ્યાપાર સમાચાર Gujarati Webdunia Gujarati Website Gujarat News Gujarat Samachar Local News News In Gujarati Gujarati Headline Today Live Gujarati News Gujarati News Live

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમદાવાદના હિટ એન્ડ રનમાં નિરાધાર દિકરીઓની માતા બની મોટી દિકરી

અમદાવાદમાં શાસ્ત્રીનગરમાં એક ગમખ્વાર અકસ્માતમાં માંતેલા સાંઢ જેવી આઈ10 કારે ફૂટપાથ પર ...

news

ELECTION SPECIAL: પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં કોણ કેટલા પાણીમાં ?

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ દોરમાં પશ્ચિમી ભાગના 15 જીલ્લાની 73 સીટ પર ...

news

8મી માર્ચે મોદી ગુજરાતમાં, 4 હજાર મહિલા સરપંચોની વ્યવસ્થાને લઈને તંત્ર દોડતું થયું

વિશ્વ મહિલા દિને ગાંધીનગરમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં મહિલા સરપંચનો સન્માન કાર્યક્રમ ...

news

મોદીની કચ્છ મુલાકાત પહેલા નલિયા કાંડ ઠંડો પાડી દેવાય તેવી શક્યતાઓ

નલિયાનાં સામૂહિક દુષ્કર્મકાંડને લીધે ભાજપ મુસીબતમાં હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, આ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine