ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 એપ્રિલ 2018 (17:12 IST)

બિટકોઈન કેસમાં પુર્વ ધારાસભ્ય નલિન કોટડિયા ભૂગર્ભમાં, CIDએ તપાસ ધપધપાવી

બિટકોઈન કેસમાં અમરેલી SP જગદીશ પટેલની ધરપકડ પછી ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ઝડપી લેવા ટીમને રવાના કરવામાં આવી છે. જો કે તે હાલમાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમને આ કેસમાં SP જગદીશ પટેલની સાથે મુખ્ય સૂત્રધાર ગણવામાં આવી રહ્યાં છે. નલિન કોટડિયાનો ફોન હાલમાં સ્વીચ ઓફ આવી રહ્યો છે. તે સુરત આસપાસ ક્યાંક હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે.

CID ક્રાઈમે તપાસ તેજ કરી દીધી છે. નલિન કોટડિયાને ઝડપી લઈને તેમની પૂછપરછ કરવામાં આવશે. નલિન કોટડિયાને શોધવા CID ક્રાઈમે એક ટૂકડી રવાના કરી દીધી છે. મળતી આધારભૂત માહિતી પ્રમાણે SP જગદીશ પટેલ PI અનંત પટેલને રૂ. 40 લાખ આપ્યા હોવાનું જણાવે છે તો અનંત પટેલે હાથ ઉંચા કરી દીધાં છે. આંગડિયા પેઢી દ્વાર 40 લાખનો હવાલો થયો હતો. તેવું જાણવા મળતાં CIDએ આંગડિયા પેઢીના માલિકની કરી પુછપરછ કરી હતી.  CID ક્રાઈમ દ્વારા આ મામલે નલિન કોટડિયાની પુછપરછ કરવી અતિ આવશ્યક બની ગયું છે. આથી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. નલિન કોટડિયાને ઝડપી લઈ તેમની સામે આવેલા તથ્યો વિશે CID ક્રાઈમ પૂછપરછ કરવા માંગે છે. ગમે ત્યારે નલિન કોટડિયાની ધરપકડ કરવામાં આવી શકે છે. જો કે હાલમાં તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે પણ તેમને ઝડપી લેવા કવાયત શરૂ કરી દેવામાં આવી છે. CID ક્રાઈમે આ માટે ટૂકડી રવાના કરી દીધી છે. મોટાં ભાગે તે કેતન કે કિરિટ પાલડિયાના કોન્ટેક્ટમાં આવતા કોઈ વ્યક્તિના ફાર્મ હાઉસમાં રોકાયા હોવાનું માનવામાં આવે છે.