ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 19 ફેબ્રુઆરી 2017 (22:33 IST)

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર - કોંગ્રેસ પાર્ટી આક્રમક મુદ્દા રજૂ કરવાના મૂડમાં

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યું છે. આ સત્ર દરમિયાન કોંગ્રેસ પાર્ટી જુદા જુદા મુદ્દાઓને લઇને આક્રમક રીતે રજૂઆત કરવાના મૂડમાં દેખાઈ રહી છે. નવા વર્ષમાં પ્રથમ સત્ર મળી રહ્યું છે. હાલમાં જ કેન્‍દ્રનું બજેટ રજૂ કરવામાં આવ્‍યું હતું. ફેબ્રુઆરીના અંતના બદલે નવી પરંપરા શરૂ કરીને પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરાયું હતું. ગુજરાત વિધાનસભાના બજેટસત્રમાં કયા મુદ્દા મુખ્‍ય રીતે ચમકશે તે નીચે મુજબ છે.

- દેશભરમાં લોકોને મહિનાઓ સુધી મુશ્‍કેલીમાં મુકનાર નોટબંધીનો મુદ્દો
- સમગ્ર રાજ્‍યને હચમચાવી મુકનાર નલિયા સામૂહિક દુષ્‍કર્મકાંડનો મામલો
- ગુજરાતમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ
- આંતરિક સુરક્ષા
- આદિવાસી સમુદાયના લોકોના કલ્‍યાણનો મુદ્દો
-  નશાબંધી વિધેયકને લઇને મામલો
- ગુજરાતના વિકાસ તથા ભ્રષ્ટાચારને લઇને મુદ્દાઓ ચમકશે