રાજકોટમાં અનોખો વિરોધ, 'વિકાસનું મૃત્યુ, ભાજપના દીકરાની

શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2017 (13:00 IST)

Widgets Magazine
guj congress


ગુજરાતમા હવે દ્વારા ભાજપનો વિરોધ એક અનોખા અંદાજમાં કરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસના એક કાર્યકરના જણાવ્યા પ્રમાણે હાલમાં સોશિયલ મિડીયામાં વિકાસ ગાંડો થયો છેની રમૂજ ચાલી રહી છે. જેને લઈને હવે પોતાના બચાવમાં ઉતરી ગયો છે. હવે કોંગ્રેસ દ્વારા વધુ આવા જલદ કાર્યક્રમો આપવાનું ચાલું કર્યું છે. વિકાસ ગાંડો થયો છે તે વિષય ઉપર હવે આમ નાગરિકો પોતે જોક બનાવી વાયરલ કરી રહ્યા છે
.
જેમાં વધુ એક કાર્યક્રમનો ઉમેરો થયો છે. હવે વિકાસના બેસણા થશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ વિકાસના બેસણાના કાર્યક્રમ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં રાખવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની કલ્ચર કમિટીના પ્રમુખ દિનેશ પટેલે  જણાવ્યું હતું કે રવિવારના રોજ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં વિકાસનું બેસણું રાખવામાં આવ્યું છે. રસ્તા ઉપર ખાડા, ગંદકીના ઢગલા અને વકરતા સ્વાઈન ફલુમાં વિકાસનું મૃત્યુ થઈ ગયું છે જેના કારણે વિકાસનું બેસણું રાખવામાં આવ્યું છે. આમ હવે વિકાસ ગાંડો થયો છેની જેમ વિકાસનું બેસણું રાજ્ય વ્પાપી કાર્યક્રમ બની જાય તો નવાઈ નહીં. ગુજરાત સરકારે રાજ્યમાં શરૂ કરેલી નર્મદા યાત્રાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટના વોર્ડ નંબર 15માં કોંગ્રેસના કાર્યકર્તાઓએ નાટ્યાત્મક વિરોધ કર્યો હતો. કોંગી કાર્યકર્તાઓએ વિકાસનું મૃત્યુ અને ભાજપના દીકરાનું મૃત્યુના બેનરો સાથે નનામી કાઢી હતી. વોર્ડ નંબર 15માં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નર્મદા યાત્રાનો વિરોધ કરવામાં આવ્યો હતો, વિરોધ દરમિયાન કોંગી કાર્યકર્તાઓએ એક નનામી કાઢી સૂત્રોચ્ચાર કર્યા હતા, આ વિરોધ પ્રદર્શનમાં મહિલાઓએ છાજીયા લઇ નાટ્યાત્મક વિરોધ કર્યો હતો. તો કેટલાક કાર્યકર્તાઓએ વિકાસનું મૃત્યુ અને ભાજપના દીકરાનું મૃત્યુના બેનર સાથે રાખી વિરોધ નોંધાવ્યો હતો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મતદારોને આકર્ષવા કોંગ્રેસનું બેરોજગારી નોંધણી અભિયાન શરૂ

કોંગ્રેસ પક્ષ દ્વારા બેરોજગાર યુવાનોને રોજગારી ભથ્થુ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેના ...

news

ગાંડા થયેલા વિકાસને ડાહ્યો કરવા ભાજપ VVIPઓની ફોજ ઉતારશે

ગુજરાતમાં પાટીદાર અને દલિત આંદોલને ભાજપની ઊંઘ હરામ કરી નાંખી હતી. એવામાં બનાસકાંઠામાં ...

news

અમરનાથ હુમલાનો માસ્ટરમાઈંડ લશ્કરી આતંકી અબુ ઈસ્માઈલ માર્યો ગયો

જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના બહારી વિસ્તારમાં આજે સુરક્ષા બળો સાથે મુઠભેડમાં ...

news

ભરૂચમાં ધોધમાર દોઢ કલાકમાં બે ઈંચથી વધારે વરસાદ ખાબક્યો

ભારે વરસાદ થામી જતાં ગુજરાતમાં રાહતનો શ્વાસ લેવાયો હતો. જ્યારે વરસાદ રોકાયા બાદ રાજ્યમાં ...

Widgets Magazine