Rain in Ahmedabad - સતત પડી રહેલ વરસાદથી બેહાલ અમદાવાદ....

ગુરુવાર, 27 જુલાઈ 2017 (10:52 IST)

Widgets Magazine
rain in ahmedabad

અમદાવાદમાં છેલ્લા છ દિવસથી થઈ રહેલ સતત વરસાદને કારણે સ્થિતિ વણસી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ પર ખાડા જ  ખાડા જોવા મળી રહ્યા છે.  અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે. ઉપરથી લાઈટ ન હોવાથી પણ  લોકોને મુશ્કેલી પડી રહી છે. શહેરમાં આ ચોમાસા દરમિયાન બુધવર સુધી લગભગ 26 ઈંચ વરસાદ થઈ ચુક્યો છે. 

જુઓ તસ્વીરોમાં Ahmedabad City

rain in gujarat
સતત થઈ રહેલ મુશળધાર અને રિમઝિમ વરસાદને કારણે હેરીટેઝ સિટીના પૂર્વ વિસ્તાર વધુ પ્રભાવિત છે.  નીચલા વિસ્તારોમાં પાણી જમા થઈ રહ્યુ છે. જેનાથી આગામી દિવસોમાં વિવિધ રોગનો પ્રકોપ થવાની આશંકા બતાવાય રહી છે.  સતત વરસતા વરસાદને કારણે રસ્તાઓ, સોસાયટીમાં પાણી ફરી વળ્યાં છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. શાળા-કોલેજોને પણ બંધ કરવામાં આવ્યા છે. અમદાવદના મેયરે પણ લોકને બિનજરૂરી બહાર ન જવાની સલાહ આપી છે.
sabarmati
અમદાવાદમાં છેલ્લા પાંચ કલાકમાં સાત ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરના તમામ વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાયા છે, ચાંદખેડા, સાબરમતી, રાણીપ, આંબાવાડી, પ્રહલાદનગર, સેટેલાઇટ, અસજી હાઇવે સહિતના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધારે પુર્વ અને દક્ષિણ ઝોનમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે ઉત્તર અને મધ્ય ઝોનમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરરસાદના કારણે શહેરના મીઠખળી, અખબારનગર અંડરપાસ બંધ કરાયા છે.
Ahmedabad Riverfront
અમદાવાદમાં ગત વર્ષે વરસાદની સંપૂર્ણ સીઝન દરમિયાન કુલ 23 ઈંચ વરસાદ પડયો હતો. જેની તુલનામાં વર્ષે બે તબક્કામાં કુલ 26 ઈંચ વરસાદ પડી ગયો છે.  9- હજુ દોઢ થી બે મહિના વરસાદની સિઝન બાકી છે.

બનાસકાંઠામાં પુરમાં ફસાયેલા એક જ પરિવારના 17 સભ્યોનું મોત


સામાન્ય રીતે, અમદાવાદમાં 40 થી 45 ઈંચ વરસાદની એવરેજ રહેતી હોય છે. હજુ પણ બીજા તબક્કામાં વરસાદની હેલી ચાલુ છે. બુ‌ધવારે વધુ બે ઈંચ વરસાદ પડયો હતો.
rain in gujarat
ઝોનમાં સૌથી વધુ દક્ષિણ ઝોનમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. સતત વરસાદને પગલે 57 સ્થળો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. 11 વૃક્ષો પડ્યા અને મકાનો ધરાશયી થયા હતા.  ઉપરવાસમાં વરસાદ સામાન્ય થતા ધરોઈ ડેમમાંથી છોડવામાં આવતા પાણીની આવક ઘટતા સાબરમતી નદીમાં હવે પૂરનુ સંકટ ટળી ગયું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રોજ દોડતા અમદાવાદની .8 ઈચ વરસાદે હાલત બગાડી.. જુઓ તસ્વીરોમાં Ahmedabad City in photos

: અમદાવાદમાં ગઇકાલે મોડી રાતથી વીજળીના કડાકા સાથે અનરાધાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં ...

news

Live - છઠ્ઠી વાર બિહારના CM બન્યા નીતિશ કુમાર, સુશીલ મોદીએ લીધી Dy CMની શપથ

મહાગઠબંધન સરકારમાંથી રાજીનમૌ આપ્યા પછી ગુરૂવારે નીતીશ કુમાર રાજ્યમં છઠ્ઠીવાર સીએમ પદની ...

news

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરગ્રસ્તો માટે ૨ લાખ જેટલા ફૂડ પેકેટ મોકલાયા

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નગરની સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ૨ લાખ જેટલા ફૂડ ...

news

Big Breaking News - બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજીનામાએ રાજકીય ભૂકંપ સર્જયો

મહાગઠબંધનમાં ચાલી રહેલી અટકળો વચ્ચે નીતિશ કુમારના રાજીનામાએ રાજકીય ભૂકંપ સર્જયો છે. આમ, આ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine