મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 11 ઑક્ટોબર 2017 (12:28 IST)

ગુજરાત સરકારનો ફરીવાર સરપ્રાઈઝ વાયદો, ગુજરાતમાં 16 નવી GIDC બનશે

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપ સરકાર દ્વારા ગુજરાતમાં અનેક વિકાસલક્ષી જાહેરાતો કરવામાં આવી રહી છે. ભાજપ આને વિકાસનું નામ આપે છે અને કોંગ્રેસ તેને ચૂંટણીલક્ષી લોલીપોપ ગણાવે છે. ગુજરાત સરકારે તાબડતોબ પેટ્રોલ અને ડિઝલમાં ટેક્સ ઘટાડીને ભાવ ઘટાડો કર્યો તેને કોંગ્રેસે આખો જશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આપ્યો. ત્યારે હવે ફરીવાર ગુજરાત સરકારે આજે સવારે એક નવી જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વહેલી સવારે જાહેરાત કરી હતી કે ગુજરાતમાં નવી 16 જીઆઈડીસી બનાવવામાં આવશે. ઉપરાંત સરકારે નવી ટેક્સટાઈલ અને એપરેલ પોલિસી જાહેર કરીને ગાર્મેન્ટ ઉદ્યોગને બચાવવાની જાહેરાત કરી હતી. રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ, દાહોદ સુરત, તાપી સહિતના વિસ્તારો જીઆઈડીસી બનશે. ઔદ્યોગિક એકમોને વીજ બિલમાં યૂનિટ દીઠ રૂપિયા એકની સહાય, પાંચ વર્ષ સુધી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. નવી જીઆઈડીસીથી 1 લાખ લોકોને રોજગારી મળશે, જેમાં 15 હજાર નવા કારખાના સ્થપાશે. પુરૂષોને પ્રતિમાસ 3200 રૂપિયા અને 4 હજારની મર્યાદામાં રાજ્ય સરકાર સહાય આપશે. ઉપરાંત સરકારે ગારમેન્ટ એન્ડ એપરેલ પોલિસી 2017 જાહેર કરી હતી.