ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (13:57 IST)

પાકિસ્તાની પરિવારની પેન્શન ન મળતાં રાજ્ય સરકાર સામે કન્ટેમ્પ્ટ પિટિશન

પાકિસ્તાન સાથેના ૧૯૭૧ના યુધ્ધ બાદ પાકિસ્તાનથી ભારત આવેલા નાગરિક રણોમલને ગુજરાતના ગૃહવિભાગમાં કલાર્ક તરીકે સરકારી નોકરી મળી હતી. રણોમલ ૧૯૯૪માં નિવૃત્ત થયા બાદ ૧૯૯૭ સુધી પેન્શન નહી અપાતા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જો કે લાંબી કાનુની લડાઇ લડતા રણોમલનું મૃત્યુ થયુ હતુ. ત્યારબાદ હાઇકોર્ટે વર્ષ-૨૦૧૫માં રણોમલને પેન્શન આપવા આદેશ કર્યો હતો. તેમ છતા આજદીન સુધી રાજય સરકારે પેન્શન નહી ચુકવતા તેના પરિવારે સરકાર સામે કન્ટેમ્પટ પીટીશન કરી છે.

કોર્ટે સરકાર પાસે આ અંગે ખુલાસો માગ્યો છે. જેની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરાશે.પાકિસ્તાન સાથેના ૧૯૭૧ના યુધ્ધ દરમિયાન કુટુંબ સાથે રણોમલ ભારતમાં આવ્યા હતા. તે સમયગાળા દરમ્યાન રાજય સરકારનો ઠરાવ હતો કે યુધ્ધ બાદ પાકિસ્તાનના જે નાગરિકો ભારતમાં સ્થાયી થશે તેમને નોકરી મળશે. પાકિસ્તાનમાં સરકારી નોકરી કરતા કલાર્કને ભારતમાં કલાર્ક તરીકે નોકરી આપીને તેની સળંગ નોકરી ગણવામાં આવશે. ભારત આવેલા રણોમલને ૧૯૮૮માં ગૃહવિભાગમાં કલાર્કની નોકરી મળી હતી. તેઓ ૧૯૭૧ના યુધ્ધ પહેલા પાકિસ્તાનમાં કલાર્ક તરીકે સરકારી નોકરી કરતા હતા. ત્યારબાદ ૧૯૯૪માં તેઓ નિવૃત્ત થયા હતા. ત્યારબાદ ૧૯૯૭ સુધી રાજય સરકારે પેન્શન નહી ચુકવતા હાઇકોર્ટમાં અરજી કરી હતી. દરમ્યાનમાં વર્ષ-૨૦૦૯માં રણોમલ મૃત્યુ પામ્યા હતા.