શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 ફેબ્રુઆરી 2017 (14:02 IST)

વડોદરાની પારુલ યુનિવર્સિટિમાં 60 વિદેશી વિદ્યાર્થીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો

વડોદરામાં ચર્ચિત વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટીમાં રવિવારે રાત્રે સામે જોવાના મુદ્દે મામલે પોલીસે 60 વિદેશી વિદ્યાર્થીઓ સામે હત્યાનો પ્રયાસ અને 55 ભારતીય વિદ્યાર્થીઓ સામે રાયટિંગનો ગુનો નોંધ્યો હતો. પોલીસે 11 વિદ્યાર્થીની ધરપકડ કરી હત્યાના પ્રયાસના ગુનામાં પકડાયેલા 8 વિદેશી વિદ્યાર્થીના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.  આ ઘટનામાં અફઘાનિસ્તાન અને ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે ધીંગાણામાં પથ્થરમારો, મારક હથિયારો સાથે હુમલો તેમજ બેન્ચીસ મારતાં બંને પક્ષે 14 વિદ્યાર્થીને ઇજા થઇ હતી. જેમાં એકની હાલત ગંભીર છે.  નવસારી રહેતો યશ દીપક ગૌતમ વાઘોડિયાની પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને વીઆઇપી હોસ્ટેલમાં રહે છે. રવિવારે સાંજે યશ તેના મિત્રો અનુજ દ્વિવેદી, પીયૂષ દ્વિવેદી, આકાશ અને તરુણ જમીને હોસ્ટેલમાં પરત જઇ રહ્યા હતા. તેઓ ઇન્ટરનેશનલ હોસ્ટેલ પાસેથી પસાર થતા હતા ત્યારે મહંમદ ઓમીદે બૂમ પાડીને બોલાવતાં અનુજ ત્યાં ગયો હતો. મહંમદ ઓમીદે મારી સામે શું જોવો છો તેમ કહી અનુજને માર માર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ એકઠા થઇ ઓમીદને ઠપકો આપવા જતાં છુટ્ટા હાથની મારામારી થઇ હતી. ઓમીદે લોખંડની બેન્ચીસ ઊંચકીને હિતેશ પટેલને મારતાં તે ત્યાં લોહીલુહાણ થઇ ઢળી પડ્યો હતો. તેના અન્ય સાગરીતોએ પણ હુમલો કર્યો હતો જ્યારે અન્ય 50 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ પથ્થરમારો કરતાં ભારતીય વિદ્યાર્થીને ઇજા થઇ હતી.  સામા પક્ષે અફઘાનિસ્તાનના કાબૂલનો મહંમદ ઓમીદ અબ્દુલ અહાદ સેકીબે ફરિયાદ કરી કે, રવિવારે તે મિત્રો સાથે હોસ્ટેલ બહાર ઉભો હતો ત્યારે એક છોકરો આંખો કાઢતો હોઈ બોલાચાલી થઇ હતી. તેની હોસ્ટેલના લોકો ભેગા થતાં સામે ઇન્ડિયન વિદ્યાર્થીઓના ટોળાએ દોડી આવી પથ્થરમારો કર્યો હતો. તેની સાથેના 5 મિત્રોને પણ ઇજા થઇ હતી. ઘટના અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે 55 વિદ્યાર્થી સામે રાયટિંગનો ગુનો નોંધ્યો હતો. વાઘોડિયા પોલીસે બંને પક્ષે કુલ 115 વિદ્યાર્થી સામે ગુનો નોંધી 11 વિદ્યાર્થીની ધરપકડ કરી હતી