Widgets Magazine
Widgets Magazine

સાણંદમાં ખેતી માટે પાણી ન મળતાં ખેડૂતોએ યોજી રેલી, પોલીસનો લાઠીચાર્જ

મંગળવાર, 14 ફેબ્રુઆરી 2017 (15:20 IST)

Widgets Magazine
sanand


આજે ખેડૂતોએ પાણી ન મળતાં સરકાર સામે મોરચો માંડ્યો હતો. નળકાંઠાના વિસ્તારના અનેક ગામોને નર્મદાનું પાણી ન મળતાં રોષે ભરાયેલા ખેડૂતોએ આજે નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને ટ્રેક્ટરમાં ગાંધીનગર ફરિયાદ કરવા જવાનું આયોજન કર્યું હતું. જોકે, ખેડૂતોની આ રેલીને રેથડ ગામ પાસે જ પોલીસે આગળ જતાં અટકાવી દીધી હતી. જ્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસ અને ખેડતો વચ્ચે પથ્થરમારો થયો ત્યાર બાદ પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘર્ષણમાં કેટલાય ખેડૂતો ઘવાયા હતાં. આ મામલે પોલીસે 50થી વધુ ખેડૂતોની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા ટીયરગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા.  ફતેવાડી કેનાલમાંથી સાણંદ તાલુકાના ગામોને ખેતી માટે પાણી આપવામાં ન આવતાં ખેડૂતોએ રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર જવા રવાના થયા હતા. રેથડ ગામ પાસે પહોંચેલી રેલીને આગળ જતી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવતાં જ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું જ્યાં પથ્થરમારો પણ થયો હતો. જેમાં અમદાવાદ રૂરલ SP રાજેન્દ્ર અસારી સહિત ત્રણ પોલીસ અધિકારીઓને ઈજા પહોંચી હતી. જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં.  રેલીમાં ખેડૂતો પર લાઠીચાર્જની સાથે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો આ કારણે વધારે મામલો બિચક્યો હતો. ખેડૂતો વિફરતાં પોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. જ્યારે ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે 50 જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી. જેને પગલે ખેડૂતો વિર્ફ્યા હતા.  આ ઘર્ષણમાં એસપી રાજેન્દ્ર અસારીને માથામાં પથ્થર વાગ્યો હોવાનું અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

બીજેપીએ દેશને બોલનારો નેતા આપ્યો છે - અમિત શાહ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે સપા અને કોંગ્રેસના ગઠબંધન પર જોરદાર હુમલો બોલ્યો. ...

news

મહિલાએ પોસ્ટકાર્ડ લખી મોદીને કહ્યું મારી રાખડી પાછી મોકલો

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને આજે પણ તે બહેનોને કહેતા હોય છે ...

news

વેલેન્ટાઈનને પણ બે ઘડી શરમાવે તેવી રમેશભાઈની પ્રેમ કહાણી

આધુનિકતાના આવરણ પાછળ પ્રેમ,બલિદાન,સમર્પણ જેવા વાક્યો નવલકથાઓ પુરતા જ સિમિત થઈ જવા પામ્યા ...

news

નલિયા દુષ્કર્મ - મહિલાઓના સન્માન માટે જરૂર પડ્યે ઠોકશાહી કરીશું: હાર્દિક પટેલ

નલિયા દુષ્કર્મ કાંડને પગલે સોમવારે કચ્છ આવેલા હાર્દિક પટેલે સરકાર દ્વારા સીટની રચનાને ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine