બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 માર્ચ 2017 (15:59 IST)

મબલખ પાક થતાં સૌરાષ્ટ્રની કેસર કેરીને વિદેશમાં એક્સપોર્ટ કરવાની ખેડૂતોએ તૈયારી કરી

ગત વર્ષે કેરીના ઓછા ઉત્પાદનમાં કેરીરસિકો તેનો સ્વાદ સારી રીતે માણી શક્યા ન હતા. ત્યારે આ વર્ષે ખુશીના સમાચાર આવ્યા છે. સોરઠ પંથકના ૩૦૦ જેટલા ખેડૂતોને કેસર કેરીની મબલક આવક થશે તેવી આશા છે. તેથી મોટાપાયે વિદેશમા નિકાસ થાય તેવી શક્યતા છે. સોરઠની કેસર કેરીનો સ્વાદ સૌને દાઢે વળગ્યો છે. ઉનાળાની સીઝનમાં આવતા કેરીના પાકની માંગ દેશ-વિદેશમાં રહે છે. સોરઠમાં આંબાના પાકનો વાવેતર વિસ્તાર ૮ હજાર હેક્ટર છે. પ્રતિ હેક્ટર ૮ મેટ્રિક ટન કેરી પાકે છે. તેનો ભાવ મળે તેથી વિદેશમાં પણ નિકાસ થાય છે. ચાલુ વર્ષે જુનાગઢ અને ગીર સોમનાથમાંથી ૩૦૦ જેટલા ખેડૂતોએ બાગાયત કચેરીમાં કેસર કેરીને વિદેશ મોકલવા માટે ના ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. એપ્રિલ-મેં માસમાં આ રજિસ્ટ્રેશન થઈ ગયું છે. ગત વર્ષે ૨૦૦ જેટલા ખેડૂતોએ અમેરિકા, યુરોપ અને આરબ અમીરાતના દેશોમાં ૫૦૦ ટનથી વધારે કેરીની નિકાસ કરી હતી. વિદેશમાં કેરીના નિકાસ માટે તાલાલા, ગોંડલ અને અમદાવાદ ખાતે પેક હાઉસ આવેલા છે. પેક હાઉસમાં કેરીના પાકને જરૂરિયાત પ્રમાણે ગરમી આપી જીવાતો ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે. ખેડૂતોએ આ વર્ષે પણ મોટા પ્રમાણમાં કેરીનું ઉત્પાદન થશે તેવી આશા રાખી અને નિકાસ કરવા માટેના ફોર્મ ભરી આપ્યા છે. રજિસ્ટ્રેશન કર્યા બાદ આગામી એપ્રિલ અને મેં મહિનામાં કેરીનો નિકાસ કરશે અને તેમાંથી સારી આવક થશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.