ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 માર્ચ 2017 (15:53 IST)

વિકાસની ગુલબાંગો વચ્ચે માંડવીનો ૪૦૦ વર્ષનો વહાણવટા ઉદ્યોગ નામશેષ થવાના આરે

માંડવીને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા રાજમીયનેતાઓ ગુલબાંગો મારી રહ્યા છે. પરંતુ સાચા આૃર્થમાં વિકાસ કયારે થશે પ્રવાસીઓને પાયાની સુવિધાઓ કયારે મળશે તે સવાલ સતાવી રહ્યો છે. ત્યારે ૪૦૦ વર્ષ જુનો વહાણવટાનો નામશેષ થવાની કગારે ઉભો છે. એક સમયે દર વર્ષે ૫૦થી વધુ વાહણો બનતા હતા. હવે માંડ ત્રણ બની રહ્યા છે. હવે આ ઉધોગ હાંસિયામાં ધકેલાઈ ગયો છે. માંડવીનો ઝાઝરમાન વહાણવટી ઉદ્યોગના કારણે એક સમયે ૮૪ બંદરોના વાવટા જ્યાં ફરકતા તે બંદર આજે ભયાનક ભૂતકાળ તરફ સરી રહ્યો છે. હાલમાં ચાર વાહણના કામ ચાલી રહ્યા છે. એક વાહણની કામગીરી ટુંક સમયમાં શરૃ થાય તેવી શકયતા છે.

૪૦૦ વર્ષના આ વહાણવટા ઉદ્યોગોના કારણે બંદરીય શહેર જગવિખ્યાત હતું. દર વર્ષે  મહાકાય જહાજ અહીં બનતા અને શહેરના ખલાસીઓ ઉપરાંત વહાણ બનાવતા અનેક મજુરો તેમાં કામ કરી રોજીરોટી મેળવતા ત્યારે આ ઉદ્યોગને ભારે થપાટ લાગી છે. વહાણવટાના વ્યવસાય સાથે વર્ષોથી જોડાયેલા સેંકડો પરિવારો હાલ અન્ય ધંધા તરફ વળી ગયા છે. રાજ્ય સરકાર દ્વારા માત્ર અને માત્ર પ્રવાસન ધામ તરીકે શહેરને વિકસાવવાની ગુલબાંગો અને ઐતિહાસિક વારસા સમા  વહાણવટા ઉદ્યોગને પ્રોત્સાહન આપવાને બદલે નજર અંદાજ કરવાના વલણના લીધે આ ઉદ્યોગ તેની અસર હેઠળ મરણીયા પ્રયાસો વચ્ચે નામશેષ થવાની કગાર પર છે.
માંડવીનો વહાણવટા ઉદ્યોગ સરકારની પ્રોત્સાહન આપવાની માત્ર વાતો થાય છે. પણ  મૃતપાય હાલતમાં જઈ રહેલા વાહણ ઉદ્યોગને ફરી ધબકતો કરવા યોજના બનાવવી જરૃરી છે. કેટલાક વહાણો તો અહીં નિર્માણ પૂર્ણ થવાની રાહ જોઈને બેઠા છે. આ ઉદ્યોગને સરકાર તરફથી જરૃરી પ્રોત્સાહન ન અપાતા અને કોઈ સબસીડીનો લાભ ન મળતા વહાણવટાઓ જમીન લે વેચમાં કે અન્ય વ્યવસાય તરફ પગલાં માંડી રહ્યા છે . સેંકડો મુસ્લિમ અને ખારવા સમાજના પરિવારો વર્ષોથી વહાણવટા વ્યવસાય સાથે જોડાયેલા હતા અને આ ઉદ્યોગમાંથી ઘર ચલાવતા પરંતુ આજે પરિસ્થિતિ તદ્દન વિપરીત છે.

અહીં નિર્માણ પામેલો એક વહાણ ર૦થી રપ ખલાસીઓ ઉપરાંત અનેક મજુરોને રોજી રોટી પૂરી પાડી શકે છે. ત્યારે આ ઉદ્યોગની માઠી અસરથી સેંકડો પરિવારોની આજીવિકા ઉપર પ્રશ્નાર્થ લાગે તેવી સિૃથતિ છે. દેશને વિદેશી હુંડિયામણ રળી આપતો આ ઉદ્યોગ વર્ષે કરોડોનું  ટર્નઓવર ધરાવી શકે  છે. વર્તમાન કન્ટેઈનરોની હરિફાઈમાં વહાણવટા ઉદ્યોગ ટકી રહે તેવા સંજોગો જણાતા નથી જેથી કેન્દ્ર કે રાજ્ય સરકારે આ આ પ્રાચીન ઉદ્યોગને ટકાવી રાખવા ખાસ સબસીડી કે ગુડસ રીઝર્વ માટેના પરિણાત્મક પ્રયાસો હાથ ધરવા જોઈએ. શહેરને માત્રને માત્ર પ્રવાસનધામ તરીકે વિકસાવવાની નેતાઓની ગુલબાંગો વચ્ચે પ્રાચીન ઉદ્યોગ હાંસિયામાં ધકેલાયો છે.