ઊપલેટાની આગની ઘટના અંગે સીએમ રૂપાણીએ શોક વ્યક્ત કર્યો

શનિવાર, 13 જાન્યુઆરી 2018 (13:05 IST)

Widgets Magazine
rajkot


રાજકોટના ઉપલેટાના પ્રાંસલામાં કાળજુ કંપાવે તેવી ઘટના બની છે. રાજકોટના ઊપલેટામાં રાષ્ટ્રકથા શિબિરમાં મોડી રાત્રે લાગેલીને આગને કારણે 3 વિદ્યાર્થીઓના મોત થયા છે. સ્વામી ધર્મબંધુજીની ચાલતી શિબિરમાં સર્જાયેલી કરૂણાંતિકાથી ભારે શોક વ્યાપી ગયો છે. જેને પગલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. આ ઘટના અંગે શિબિરના સ્વામી ધર્મબંધુજીએ પણ દુખ વ્યક્ત કરતા કહ્યું કે, અમારા માટે આ બહુ જ દુખદ ઘટના છે. પરંતુ અમને અફસોસ થાય છે કે, અમે 3 વિદ્યાર્નીઓને બચાવવા નિષ્ફળ રહ્યા. આ ઘટનાને પગલે ઊપલેટાના ઘારાસભ્ય લલિત વસોયાએ પણ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓની મુલાકાત લીધી હતી. સીએમ વિજય રૂપાણીએ ટ્વિટમા દુખ વ્યક્ત કરતા કહ્યું કે, પ્રાંસલા ખાતે રાષ્ટ્રકથા શિબીરમાં લાગેલી આગના કારણે ખુબજ દુઃખની લાગણી અનુભવું છું. રાજ્યસરકાર અને વહીવટીતંત્રએ સતર્ક રહીને પરિસ્થિતિને કાબુ હેઠળ લઇ લીધી છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. શિબિરમાં વિદ્યાર્થીનીઓના રહેવાના ટેન્ટમાં જ આગ લાગી હતી. જેમાં 15 જેટલી વિદ્યાર્થીનીઓ ઘાયલ થયા છે. આગમાં દાઝી ગયેલી પાંચ યુવતીઓને સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ વિદ્યાર્થીનીઓની હાલત વધુ ગંભીર હોવાથી તેમને ઉપલેટાથી રાજકોટ વધુ સારવાર માટે ખસેડવામાં આવી છે. મૃત્યુ પામનાર વિદ્યાર્થીનીઓ જસદણ, મોરબી અને સાયલાની હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં એક વિદ્યાર્થિની પોતાનો સામાન લેવા જતાં આગને ભેટી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
રાજકોટ આગની ઘટના સીએમ રૂપાણી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Surgical Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News Live Gujarati News Gujarat Rajkot News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતના ચૂંટાયેલા ધારાસભ્યોની ૨૩ જાન્યુઆરીએ થશે શપથવિધિ, ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી બજેટ સત્રનો થશે પ્રારંભ

ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામોના એક મહિનાથી વધુ સમય બાદ વિધાનસભાનું પ્રથમ સત્ર મળવા જઇ ...

news

ઉપલેટામાં પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરમાં આગ લાગી, 15 કિશોરીઓ ગંભીર રીતે દાઝી, 3નાં મોત

ઉપલેટામાં પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરમાં આગ લાગી, 15 કિશોરીઓ ગંભીર રીતે દાઝી, 3નાં ...

news

ભણસાલીની પદમાવત ગુજરાતમાં રિલીઝ નહીં થાય - રૂપાણીનું નિવેદન

દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીરસિંહ સ્ટારર ફિલ્મ 'પદ્માવતી' નામ બદલીને 'પદ્માવત' કરી ...

news

રાજકોટમાં શિબિરના ટેન્ટમાં આગ લાગતા 3 વિદ્યાર્થીનીઓના મોત ....50 ટેન્ટ સળગીને ખાખ

રાજકોટના ઉપલેટા નજીક પ્રાંસલા ખાતે વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષા શિબિરના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine