Widgets Magazine
Widgets Magazine

દરવાજાનું કામ પુરૂ થવાને આરે, નર્મદા બંધને સંપૂર્ણ ભરવાનો રસ્તો સાફ

બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (10:34 IST)

Widgets Magazine
narmada dam


ઉપર ૩૧ રેડિયલ દરવાજા બેસવાડવાનું કામ લગભગ પુરૂ થવા આવ્યું છે. આગામી ૧૦૦ દિવસમાં તો આ ગેટ બંધ કરવાની સ્થિતિમાં પણ આવી જશે ! તો બીજી તરફ મધ્યપ્રદેશના વિસ્થાપિતો સંદર્ભે સુપ્રિમ કોર્ટે પ્રાથમિકતા આપીને નિયમિતપણે સુનવણી શરૂ કરી છે. આ અંર્તગત જમીન સામે આર્થિક વળતરની સમીક્ષા માટે એક તપાસ સમિતી રચીને અહેવાલ માંગ્યો છે. આથી, નર્મદા બંધ ઉપર દરવાજા મુક્યા પછી લાંબા સમય સુધી તેને હવામાં અધ્ધરતાલ રાખવા નહી પડે.

મધ્યપ્રદેશ સરકારના હિસ્સે આવતા આદિવાસી વિસ્તારના ૪૫,૦૦૦ લાભાર્થીઓને જમીનને બદલે આર્થિક વળતર આપવામાં આવ્યુ છે. તેને લઈને મધ્યપ્રદેશમાં મેઘા પાટકર આંદોલન ચલાવી રહ્યા છે. સુપ્રિમમાં આ અંગે ચાલતી ન્યાયિક સુનવણી દરમિયાન ચીફ જસ્ટીસ સહિત ત્રણ ન્યાયર્મુિતઓની ખંડપીઠે મધ્યપ્રદેશ સરકારે અસરગ્રસ્તોને આપેલી સહાયમાં થયેલી ગરબડો સંદર્ભે જસ્ટીસ ઝા કમિશનના રિપોર્ટને આધારે જેમને અન્યાય થયો છે તેમને પુરતુ વળતર આપવા માટે એક તપાસ કમિટી રચીને ચોક્કસ ટાઈમલાઈનમાં રિપોર્ટ સબમિટ કરવા કહ્યુ છે.

ગુજરાત સરકારના નર્મદા નિગમના સત્તાવાર સુત્રોના કહેવા મુજબ ”આંદોલનકર્તાઓ જમીનની સામે જમીન માંગી રહ્યા હતા. પાસે જમીન નથી. આથી, આ કેસમાં સીધી રીતે ગુજરાતનું હિત ન હોવા છતાંયે સમગ્ર પ્રોજેક્ટમાં થઈ રહેલા વિલંબ અંગે રાજ્ય સરકારે ખાસ એડવોકેટ રોકીને હસ્તક્ષેપ કર્યો હતો. સુપ્રિમે મધ્યપ્રદેશ સરકારની જમીન સામે આર્થિક વળતર આપવાની નીતિના પક્ષમાં રહીને અસરગ્રસ્તોને ઓછુ વળતર મળ્યુ હોય, અન્યાય થયો હોય તેવા કિસ્સાઓની સમિક્ષા કરીને રિપોર્ટ સોંપવા કમિટી રચી છે. આથી, આગામી ૬-૮ મહિનામાં આ પ્રોજેક્ટને અવરોધતા તમામ પરિબળો સમાપ્ત થઈ જશે” અહીં, નોંધવુ આવશ્યક છે કે વિસ્થાપિતોનો મુદ્દો જેટલો ઝડપથી ઉકેલાય તેટલા જ ઝડપથી ૩૧ રેડિયલ ગેટ બેસાડયા બાદ પછી તેને બંધ કરવા નર્મદા કંટ્રોલ ઓથોરિટી મંજૂરી આપશે. અને ડેમ તેની સંપુર્ણ ઉંચાઈએ એટલે કે ૧૩૧ મીટરે પાણીથી ભરી શકાશે.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અફઘાનિસ્તાનના કાબુલમાં સુપ્રીમ કોર્ટના બહાર આત્મઘાતી વિસ્ફોટ

અફઘાનિસ્તાનના પાટનગર કાબુલ ખાતે સુપ્રીમ કોર્ટના બિલ્ડીંગ બહાર એક આત્મઘાતી હુમલાખોરે ...

news

ઉદ્ધવ ઠાકરેનુ એલાન, હાર્દિક પટેલ બનશે ગુજરાતમાં શિવસેનાનો ચેહરો

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પટેલ નેતા હાર્દિક પટેલ આજે તેમના રહેઠાણ માતોશ્રી પર મુલાકાત ...

news

શિવસેના સાથે હાર્દિક પટેલે મેળવ્યા હાથ, માતોશ્રીમાં ઉદ્ધવને મળ્યા

બીજેપીની લઈને તેવરમાં આવી ચુકેલ પટેલ નેતા હાર્દિક પટેલ શિવસેના માટે પ્રચાર કરી શકે છે. ...

news

કૈલાશ સત્યાર્થીનો નોબલ પુરસ્કાર ચોર લઈ ગયા

દેશની રાજધાની દિલ્હીમાં ચોરોના હોસલા બુલંદ છે. પોલીસના તમામ દાવા પછી ચોર પોતાના ...