શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 જૂન 2018 (11:23 IST)

ગુજરાતમાં ડોનેશન માંગતી શાળા-કોલેજો સામે ACB કરશે કેસ

ગુજરાતમાં પહેલીવાર ડોનેશનના નામે ઊંચી ફી વસૂલતી શાળા અને કોલેજો સામે વાલીઓ ACBમાં ફરિયાદ નોંધાવી શકશે. ACB વાલીઓની ફરિયાદના આધારે ભ્રષ્ટાચારી શાળા-કોલેજો સામે કેસ કરશે. વાલીઓ ટોલ ફ્રી નંબર પર ફોન કરીને આ અંગે ફરિયાદ કરી શકશે. રાજ્યમાં પ્રથમ વખત જ આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સરકારના આદેશ છતાં અમુક શાળા-કોલેજો નમતું ઝોખવા તૈયાર નથી. તેઓ ડોનેશનના નામે ઊંચી ફી વસૂલી ભ્રષ્ટાચાર કરી રહી છે, ત્યારે તેમની સામે કડક કાર્યવાહી માટે પ્રથમ વખત ACBની મદદ લેવામાં આવે છે. ખાસ કરીને વાલીઓની ફરિયાદને આધારે ACB જે-તે શાળા-કોલેજ સામે કેસ કરી કાર્યવાહી હાથ ધરશે. શૈક્ષણિક ક્ષેત્રે ઉઘાડી લૂંટ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. શૈક્ષણિક ક્ષેત્રે ભ્રષ્ટાચારના દુષણને દૂર કરવા અને બેફામ ફી ઉધરાવતી શાળા-કોલેજો સામે વાલીઓને વધુ એક સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે. વાલીઓ ટોલ ફ્રી નંબર - 1064 અને વોટ્સએફ નંબર - 9099911055 પર ફરિયાદ કરી શકશે. જે બાદ ACB હરકતમાં આવશે અને કેસ કરી સંચાલકો વિરુદ્ધ કડક પગલા હાથ ધરશે.ઉઘડતી શાળાએ વાલીઓને નવા સત્રની ખરીદી જીએસટીના કારણે સરેરાશ 1.56 ટકા જેટલી મોંઘી બની છે.