પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર હૂમલો, ટોળે વળેલા લોકોને વિખેરવા પોલીસનો હળવો લાઠીચાર્જ

મંગળવાર, 12 જૂન 2018 (11:26 IST)

Widgets Magazine

પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા પર નાના વરાછા સ્થિત તેમના નિવાસસ્થાનની બહાર જ 5 યુવાનોએ હુમલો કર્યો હતો. સોમવારે સાંજે સાડા સાત વાગ્યે બનેલી આ ઘટનામાં તું પાટીદારોનો ડોન બની ગયો છો તેમ કહી હુમલો કરાયો હતો. ઘટનાને પગલે યોગીચોકમાં ટોળા ભેગા થતાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. હુમલાખોરો ભાજપના અસામાજિક તત્ત્વો હોવાનો આરોપ પાસના આગેવાનોએ લગાવ્યો છે. અલ્પેશ કથીરિયા સાંજે સાત- સાડા સાત વાગ્યે પોતના ઘરે હતા તે વખતે ડસ્ટર કારમાં 5 યુવાનો તેમના ઘર નજીક પહોંચી ગયા હતા. ત્યાંથી એક યુવાને ફોન કરી અલ્પેશને તારું કામ છે તેમ કહી ઘરની બહાર બોલાવ્યો હતો. જેવો અલ્પેશ ઘરની બહાર આવ્યો કે તુરંત જ તેમના મોઢા પર ફેટ મારી દીધી હતી. અલ્પેશ કથીરિયાએ ભાગવાનો પ્રયાસ કર્યો તો પાંચમાંથી એક યુવાને ચપ્પુ મારી દીધું હતું. જોકે, ચપ્પુના કારણે સામાન્ય ઇજા થઈ હતી. હુમલાખોરોમાં અભી જીરાવાળા, દત્તો કચ્છીનાં નામો જાહેર થયા છે. જેની સાથે અન્ય ત્રણ અજાણ્યા હતા. પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા પર તેમના ઘર નજીક જ હુમલો થયો હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતાં પાસના આગેવાનો અને કાર્યકરોનાં ટોળાં એકત્ર થઈ ગયા હતા. અલ્પેશને સારવારાર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. અલ્પેશના ભાઇએ ભાડે આપેલા કેમેરાના ભાડા અંગે વિવાદ થતાં હુમલો કરાયો છે. ઘટનાને પગલે યોગીચોકમાં ટોળા ભેગા થતાં પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. પાસના ગુજરાતના કન્વીનર હાર્દિક પટેલે ટ્વિટ કરી આ ઘટનાને શરમજનક ગણાવી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં ડોનેશન માંગતી શાળા-કોલેજો સામે ACB કરશે કેસ

ગુજરાતમાં પહેલીવાર ડોનેશનના નામે ઊંચી ફી વસૂલતી શાળા અને કોલેજો સામે વાલીઓ ACBમાં ફરિયાદ ...

news

અટલ બિહારી વાજપેયીની તબિયત પર AIIMS એ રજુ કરી અપડેટ, સ્થિતિ સામાન્ય

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની હાલત હવે સ્થિર છે. દિલ્હી સ્થિત અખિલ ભારતીય ...

news

અધિકમાસમાં મહિસાગરમાં ન્હાવા પડેલા અરવલ્લી જિલ્લાના ચાર જણા ડૂબ્યાં

મહીસાગર જિલ્લાના દેગમડાં ગામે મહીસાગર નદીમાં પુરુષોત્તમ માસની અગિયારસ નિમિત્તે નાહવા ...

news

આ દેશોમાં હોય છે સૌથી વધુ સુંદર સ્ત્રીઓ..

ઘણા દેશોની સ્ત્રીઓ તેમની સુંદરતા માટે જાણીતી છે. આ દેશોની સામાન્ય છોકરીઓ એટલા સુંદર છે કે ...

Widgets Magazine