UPSC વગર સરકારી અધિકારી બનાવવાનો અમલ ગુજરાતમાં તૈયારી શરૂ

Last Modified મંગળવાર, 12 જૂન 2018 (13:13 IST)
વડાપ્રધાન મોદીએ સરકારી નોકરી માટે તૈયાર કરેલા નવા નિયમને અપનાવવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની શકે છે ગુજરાતમાં આ અંગેની કાર્યવાહીની તૈયારી
શરૂ કરી દેવાઈ છે મોદી પ્રમાણે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓને પણ સરકારી અધિકારી બનાવી શકાશે જેમાં કર્મચારીઓને
સિનિયર જોઈન્ટ
એક્રેટરી-લેવલનું પદ મળી શકે છે. ગુજરાતના રુપાણીએ આ અંગે આગળની કામગીરી માટેની તૈયારીઓ આરંભી દીધી છે. તેમણે આ અંગે સરકારી તંત્રને શક્યતાઓ ચકાસવા માટે પણ આદેશ આપી દીધો છે.
પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરતા કર્મચારીઓને
સરકારી નોકરી કરવાની તક આપવાની વાત કરીને પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે 10 વિભાગોમાં જોઈન્ટ સેક્રેટરી 10 પદોની ‘લેટરલ એન્ટ્રી’ સાથે
જોડાયેલી સૂચના આપીને ઉપલબ્ધ સ્ત્રોતમાંથી સર્વશ્રેષ્ઠને પસંદગી આપવાની વાત કરી છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા કામગીરી આરંભી
દેવામાં આવી છે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે, “ભારત સરકારનું આ બિરદાવવા લાયક પગલું છે. ખાનગી નોકરી કરતા કર્મચારીઓને સરકારી નોકરીની તક અંગેના મૉડલનો અમે અભ્યાસ કરીશું. આ મૉડલ કઈ રીતે રાજ્ય સરકારને ઉપયોગી થઈ શકે તે અંગે અમે અભ્યાસ કરીશું.” ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી
જેએન સિંઘે જણાવ્યું કે, આ ભારત સરકારનું ઉત્તમ પગલું છે. આ અંગે પગલા અંગેની ચર્ચા સેક્રેટરી કમિટીમાં કરવામાં આવે છે અને આ અંગે ડેવલપમેન્ટ કાઉન્સિલ અથવા ડોમેઈન એક્સપર્ટ કમિટી બનાવીશું, જ્યારેથી આ નિયમને લાગુ કરવા માટે એક્સપર્ટ પાસેથી સલાહ સૂચનો મંગાવવામાં આવશે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના નવા મૉડલને લાગુ કરવા માટે તમામ પ્રકારની શક્યતાઓ ચકાસશે.” આ અંગે રાજ્યના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, “ખાનગી સેક્ટરમાંથી ડોમેઈન નિષ્ણાંતોની નિમણૂકના સારા અને ખરાબ બે ભાગ પડે છે. સરકાર સામાજિક ક્ષેત્ર અને પબ્લિક હેલ્થ, એગ્રીકલ્ચર, શિક્ષણ, સોશિયલ વેલફેર, હાઉસિંગ, માર્ગ અને મકાન, ફાઈનાન્સ અને ઈન્ડસ્ટ્રી જેવા ક્ષેત્રમાં નિમણૂક કરી શકી છે. હાલમાં સરકાર દ્વારા નીચા હોદ્દાના કર્મચારીઓને કન્સલ્ટન્ટ તરીકે રખાય છે પણ તેમને નિમણૂક કરવામાં નથી આવતા. તેઓ તેમની આવડતના કારણે કન્સલ્ટન્ટ તરીકે સરકારી સિસ્ટમમાં ફરજ બજાવે છે. ખાનગી ક્ષેત્રની સરખામણીમાં સરકારી ક્ષેત્રમાં કામ કરવું પડકારરુપ છે.” ડિપાર્ટમેન્ટ ઓફ એન્ડ ટ્રેનિંગ (DoPT) દ્વારા જારી કરાયેલી સૂચના પ્રમાણે મંત્રાલયોમાં જોઈન્ટ સેક્રેટરી પદ માટે નિમણૂક કરાશે. જેમની ટર્મ 3 વર્ષ રહેશે અને સારી કામગીરી હશે તો 5 વર્ષ સુધી તેમની નિમણૂક કરવામાં આવી શકે છે. આ પદ માટે અરજી કરવા માટે વધુમાં વધુ કેટલી ઉંમર હોવી જોઈએ તેની સીમા નક્કી નથી કરાઈ પણ લઘુત્તમ ઉંમર 40 રાખવામાં આવી છે. જેમાં પગાર ધોરણ કેન્દ્ર સરકાર અંતર્ગત જોઈન્ટ સેક્રેટરીવાળું હશે. અને તમામ સુવિધાઓ પણ તે પ્રમાણેની મળશે.


આ પણ વાંચો :