પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પડતો મુકી નિતીન પટેલ દિલ્હી પહોંચ્યા, રાજકિય માહોલ ગરમાયો

ગુરુવાર, 14 જૂન 2018 (15:31 IST)

Widgets Magazine
nitin patel


ગુજરાતમાં સીએમના પદ પર બદલાવની ચર્ચાઓ વચ્ચે પાટીદાર નેતા હાર્દિક પટેલના દાવા બાદ ફરી એક ચર્ચાએ રાજકિય માહોલ ગરમ કરી નાંખ્યો છે. આજે રાજ્યમાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પડતો મુકી નિતીન પટેલ દિલ્હી પહોંચ્યા. સાથે જ ભુપેંદ્રસિંહ ચુડાસમા અને પરબત પટેલની પણ દિલ્હીમાં હાજરી દેખાઈ છે. વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપમા પહેલીવાર સતત અસંતોષ બહાર આવી રહ્યો છે. તો સામે થોડા દિવસ પહેલાં શંકરસિંહ બાપુ જુથ પણ બેઠક કરી હતી. તો બીજી બાજુ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ સંપર્ક અભિયાનના બહાને શંકરસિંહ સાથે મુલાકાત કરી હતી. આ તમામ ઘટનાઓ કોઈ મોટી રાજકીય ઘટનાના એંધાણ સૂચવે છે. રૂપાણી સરકારની શરુઆતમા જ ગ્રહણ હોય તેવી શરુઆત થઈ હતી. અંદાજે શપથના અઠવાડિયા બાદ પણ મંત્રીઓના ખાતાની વહેંચણી નહોતા કરી શક્યા. ખાતાની વહેંચણી બાદ તરત જ નીતિન પટેલ મનગમતુ ખાતુ ન મળતા નારાજ રહ્યા અને બાદમાં સૌરભ પટેલ પાસેથી લઈને નાણા મંત્રાલય આપવામા આવ્યુ. તો રાજ્ય સરકારના મંત્રી પરષોત્તમ સોલંકી પણ ખાતાને લઈ નારાજ દેખાયા હતા. થોડાક દિવસ પહેલા જ નિતીન પટેલ નારાજ હોવાથી રાજીનામું આપશે તેવી વાતો વહેતી થઈ હતી. જો કે ખુદ નાયબ મુખ્યમંત્રીએ આ મામલે ના પાડી. જેની પાછળ ગર્ભિત ઈશારો તો અલગ જ હતો. જોકે ભાજપ અને નિતીન પટેલ ભલે જાહેરમાં નનૈયો ભણી રહ્યા હોય પણ અંદરખાને કાઈક અલગ જ રંધાઈ રહ્યું હોય તેવુ દેખાઈ રહ્યું છે. આમ, ગુજરાતના ભાજપના રાજકારણમાં ફરીથી ગરમાશે તેવી ચર્ચા ચાલી રહી છે.

 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં 10 દિવસ બાદ પટેલ કે ક્ષત્રિય સીએમ હશે, રૂપાણીનું રાજીનામું લેવાયું - હાર્દિક પટેલનો દાવો

વિધાનસભાની ચૂંટણી વખતે રાજકોટમાં હાર્દિકે મહાક્રાંતિ સભા યોજી હતી. જો કે તે મેદાનમાં પટેલ ...

news

Fifa World Cup 2018 - રૂસના મેદાન પર જોવા મળશે ભારતની આ વસ્તુ, જેના વગર મેચ શક્ય નથી

રૂસમાં થવા જઈ રહેલ ફીફા વર્લ્ડ કપ 2018 દરમિયાન સાઈબર સિટી મતલબ ગુરૂગ્રામની એક વસ્તુ ...

news

વલસાડમાં યુવતી પર સામુહિક દુષ્કર્મ, પોલીસે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા

વલસાડ શહેરમાં એક યુવતી સાથે ચાર યુવકોએ સામુહિક દુષ્કર્મ આચર્યાની ઘટનાથી ચકચાર મચી જવા ...

news

અમદાવાદના નવા મહિલા મેયર બીજલ પટેલ તથા ડેપ્યુટી મેયર તરીકે દિનેશ મકવાણાની વરણી

અમદાવાદના વર્તમાન મેયરની અઢી વર્ષની ટર્મ પૂરી થતી હોવાથી આજે મળનાર બોર્ડની સામાન્ય સભામાં ...

Widgets Magazine