ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 ઑગસ્ટ 2018 (12:50 IST)

ગુજરાતના OBC પંચને વિખેરી નાંખવા માટે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી

સરદાર પટેલ ગુ્રપના એક આગેવાને ગુજરાતના ઓબીસી(અધર બેકવર્ડ ક્લાસ) પંચની રચનાની કાયદેસરતાને પડકારી આ પંચ વિખેરવા માટે જાહેર હિતની અરજી કરી છે. અરજદારનો આક્ષેપ છે કે ગુજરાત સરકારે કાયદો ઘડી આ પંચને બનાવ્યું નથી. ઉપરાંત આ પંચ સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે કામ પણ કરી રહ્યું નથી. ચીફ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વિપુલ પંચોલીની ખંડપીઠે રાજ્ય સરકાર, ઓબીસી કમિશન અને સમાજિક ન્યાય વિભાગને નોટિસ પાઠવી છે. અરજદારની રજૂઆત હતી કે ૧૮-૩૧૯૯૩ના રોજ ઇન્દ્ર સહના વિરૂદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં સુપ્રિમ કોર્ટે આપેલા માર્ગદર્શક ચુકાદાના આધારે વર્ષ ૧૯૯૪માં ગુજરાતમાં ઓબીસી પંચની રચના કરવામાં આવી હતી. આ પંચની કાયદેસરતા વિશે માહિતી અધિકારનો ઉપયોગ કરતા અરજદારને જાણવા મળ્યું હતું કે ગુજરાત સરકારે ઓબીસી પંચની રચના માટે કોઈ ખરડો કે વિધેયક પસાર કર્યા નથી. ઉપરાંત આ પંચે તેની કાર્યવાહી માટે કોઈ સંપૂર્ણ નીતિ-નિયમો પણ બનાવ્યા નથી. સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે દરેક જ્ઞાાતિનો ૧૦૦ ટકા સર્વે કરી તેને ઓબીસીમાં સમાવવી કે નહીં તેનો નિર્ણય કરવાનો હોય છે. અરજદાનો આક્ષેપ છે કે ગુજરાતમાં ઓબીસી પંચે જ્ઞાાતિઓનો માત્ર સેમ્પલ સર્વે કરી ૩૯ જ્ઞાાતિઓને ઓબીસીમાં સમાવિષ્ટ કરી છે. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસની કલમ-૧૧ મુજબ ઓબીસીમાં આવતી જ્ઞાાતિઓનો દર દસ વર્ષે સર્વે કરવાનો હોય છે અને કોઈ તેમાં કોઇ જ્ઞાાતિ સધ્ધર જણાય તો તેને ઓબીસીમાંથી બાકાત કરવાની હોય છે. ગુજરાતમાં આવો સર્વે ક્યારેય હાથ ન ધરાયો હોવાની અરજદારની રજૂઆત છે. અરજદારનો આક્ષેપ છે કે નેતાઓએ તેમની જ્ઞાાતિના મત મેળવવા માટે રાજકીય વગથી તેમની જ્ઞાાતિઓનો સમાવેશ ઓબીસીમાં કરાવ્યો છે. રાજસ્થાનની હાઈકોર્ટમાં આ પ્રકારની પીટિશન થતા ત્યાંનું ઓબીસી પંચ વિખેરવામાં આવ્યું હતું. તેથી અરજદારની માગણી છે કે ગુજરાતમાં હાલનું પંચ વિખેરી કાયદેસર પંચ બનાવવામાં આવે અને સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે તેના નીતિ-નિયમો બનાવવામાં આવે. ઉપરાંત જે જ્ઞાાતિઓ ઓબીસી માટે લાયક છે તેમનો સમાવેશ કરવામાં આવે.