શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 માર્ચ 2017 (13:18 IST)

ગીરના જંગલમાં સફેદ હરણે પ્રવાસીઓમાં આકર્ષણ જમાવ્યું

જૂનાગઢના ગીર જંગલમાં છેલ્લા કેટલાક સમયથી સફેદ રંગનું આઠ માસનું બચ્ચું તેની માદા સાથે અવાર નવાર નજરે પડી રહ્યું છે. જે પ્રવાસીઓ અને વનકર્મીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગીર જંગલ એશિયાઇ સિંહ તથા અન્ય દુલર્ભ પ્રાણીઓ માટે ખાસ જાણીતું છે. ઘણા દુલર્ભ પ્રાણીઓ માત્ર આ જ જંગલમાં જોવા મળી આવતા હોવાથી દેશભરમાંથી પ્રવાસીઓ આ પ્રાણીઓની એક ઝલક મેળવવા આવી પહોંચતા હોય છે.

એશિયાઇ સિંહ જેવું જ એક પ્રાણી આજકાલ ગીર જંગલમાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પ્રાણી એટલે સફેદ હરણ સામાન્ય રીતે હરણ સફેદ રંગમાં ક્યારેય જોવા મળતું નથી. ગીરજંગલમાં આજ કાલ આ હરણ પ્રવાસીઓને તેની તરફ વધુ આકર્ષી રહ્યું છે. આઠ માસનું આ બચ્ચુ અવાર નવાર તેની માતા સાથે પીવાના પાણીના સ્ત્રોત પાસે મળી આવે છે.  પ્રાણીઓનો રંગ મુળ રંગથી બદલી સફેદ થતા હોવાના અનેક ઉદાહરણો છે. સામાન્ય રીતે જિનેટીક ડિસઓર્ડર ના કારણે પ્રાણીઓનો રંગ સફેદ થઇ જાય છે. આ બિમારીના કારણે હરણનો રંગ સફેદ હોઇ શકે છે.