પત્થર મારો યા ગોલી હમ નહીં ડરેંગે - ગુજરાતમાં કોંગ્રેસનું ભારે વિરોધ પ્રદર્શન

શનિવાર, 5 ઑગસ્ટ 2017 (13:17 IST)

Widgets Magazine
gujarat


બનાસકાંઠાના પૂર અસરગ્રસ્તોની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર ધાનેરામાં પથ્થર ફેંકાયો હતો, આ હુમલામાં રાહુલ ગાંધીને ઈજા પહોંચી ન હતી, પથ્થરમારામાં રાહુલની કારનો કાચ તૂટયો હતો, જ્યારે એક એસપીજી જવાનને હાથમાં ઈજા પહોંચી હતી. જેના પગલે આજે સવારથી રાજ્યભરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. અમદાવાદના સ્ટેડિયમ 5 રસ્તા ખાતે કોંગી કાર્યકરોએ રોડ પર ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કરવામાં આવ્યો છે.

guj congress

કોંગ્રેસની મહિલા કાર્યકરોએ પણ વિરોધ પ્રદર્શનામાં સામેલ છે. આમાં પુતળા દહન પણ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી છે. વડોદરામાં પણ પુતળા દહન કરીને કાર્યકર્તાઓ પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. પોલીસે 10થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.  રાજકોટના ત્રિકોણ બાગમાં પણ કોંગી કાર્યકરોનો વિરોધ કર્યો હતો. પોલીસે 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી છે. ભુજમાં પણ કોંગ્રેસના કાર્યકરો દ્ગારા વિરોધ કોંગી કાર્યકરોએ દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં. બોટાદના દીનદયાળ ચોકમાં કોંગી કાર્યકરોએ પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો છે. પોલીસે 70થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. 

gujarat news

મોરબીમાં ઢોલ નગારા સાથે કોંગ્રેસે અનોખું વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મોરબીના દરવાજા ચોક પાસે વિરોધ કરવામાં આવી રહ્યો છે. મહિલા કોંગ્રેસ દ્ગારા પુતળાદહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વેરાવળમાં પણ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. વેરાવળના 150 કાર્યકરોની અટકાયત કરવામાં આી છે.બનાસકાંઠાના પૂર અસરગ્રસ્તોની વ્યથા સાંભળવા રાહુલ ગાંધી શુક્રવારે બપોરે હેલિકોપ્ટર મારફત ધાનેરા આવી પહોંચ્યા હતા.
congress gujarat

આ મુલાકાત વખતે પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, સહિતના આગેવાનો જોડાયા હતા. રાહુલે માલોત્રા ગામના પૂરપીડિતોની મુલાકાત લઈ તેમની વેદના સાંભળી સાંત્વના આપી હતી. અહીં તેઓ બાળકો સાથે વાતચીત કરી તેમની પર વ્હાલ વરસાવ્યું હતું. ત્યાર બાદ ધાનેરા એપીએમસીના વેપારીઓને મળ્યા હતા, તેમની રજૂઆત સાંભળી સરકારમાં રજૂઆત કરવા બાંયધરી આપી હતી. ધાનેરા એપીએમસીની મુલાકાત વેળા લોકોએ કાળા વાવટા ફરકાવી રાહુલનો વિરોધ કર્યો હતો અને મોદી મોદીના નારા લગાવ્યા હતા. આ તબક્કે રાહુલે જવાબમાં કહ્યું હતું કે, હું અહીં પૂરગ્રસ્તોના દુઃખને સમજવા આવ્યો છું. મારો વિરોધ કરવા વાળા ડરપોક છે. ધાનેરાની મુલાકાતમાં મૃતક પોપટલાલ જોષીના પરિવારની પણ રાહુલે મુલાકાત લીધી હતી. અન્ય પીડિતોને પણ મળી તેમણે સાંત્વના પાઠવી હતી.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
પત્થર મારો યા ગોલી હમ નહીં ડરેંગે ગુજરાત કોંગ્રેસ વિરોધ પ્રદર્શન. અશોક ગેહલોત પ્રદેશ પ્રમુખ

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાહૂલ ગાંધી પર થયેલા હૂમલાની તપાસ ADGP મોહન ઝાને સોંપવામાં આવી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બનાસકાંઠાના પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેવા પહોંચ્યા ...

news

નર્મદા બંધને સંપૂર્ણ ઊંચાઈ સુધી ભરવા NCAની ઐતિહાસિક મંજૂરી

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધને તેની સંપૂર્ણ ૧૩૮.૬૮ મીટરની ઊંચાઇ સુધી ભરવા માટે ...

news

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે વોટિંગ, નાયડૂ-ગાંધી વચ્ચે સીધી જંગ...સાંજે આવશે પરિણામ

દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે શનિવારે મતલબ આજે મતદાન થવા જઈ રહ્યુ છે. મતદાન દસ વાગ્યાથી ...

news

ગુજરાતના પુરગ્રસ્તોને 500 કરોડના પેકેજનો વિવાદ, નીતિન પટેલ કેબિનેટ મીટિંગ છોડીને ચાલ્યા ગયાં

ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આવેલા ભારે પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિને થાણે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine