Widgets Magazine
Widgets Magazine

સુરતના પાટીદાર વિસ્તારોમાં ઋત્વીજ પટેલની રેલી અગાઉ ભાજપના પોસ્ટરો ફાટ્યાં

મંગળવાર, 31 જાન્યુઆરી 2017 (14:10 IST)

Widgets Magazine
patidar


અનામત અનામત આંદોલનમાં એપી સેન્ટર બનેલા વરાછામાં આજે ગુજરાત પ્રદેશ યુવા ભાજપના નવનિયુક્ત પ્રમુખની રેલી યોજાવાની છે. આ રેલી અગાઉ ભાજપના યુવા નેતા ડો. ઋત્વીજ પટેલને વધાવવા ભાજપ દ્વારા લગાવવામાં આવેલા બેનર સહિતના સાહિત્યને ફાડી નાખવામાં આવ્યાં હતાં. જેથી ફરી ગરમાવો આવી ગયો છે. સાથે પાટીદાર દ્વારા બેનર પણ લગાવવામાં આવ્યાં છે.

ડો. ઋત્વીજ પટેલને વધાવવા માટે વરાછામાં સરથાણાથી પુણા થઇ ગોડાદરા સુધીની એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી રેલીના સ્થળ પર ભાજપ દ્વારા બેનરો લગાવવામાં આવ્યાં હતાં. પાટીદાર યુવકોએ આરોપ લગાવ્યો હતો કે, પાટીદાર આંદોલનને નુકશાન પહોંચાડવા હવે બીજેપી નવા નુસખાં અપનાવી રહી છે. બીજેપીના પાટીદાર યુવા નેતાઓને મેદાનમાં ઉતારી પાટીદાર સમાજને નુકશાન પહોચાડવાનું આયોજન કરી રહી છે. આજે ભારતીય જનતા પાર્ટીના યુવા રાષ્ટ્રીય અધ્યક્ષનું શહેરમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે બીજેપી દ્વારા સરથાણાથી એક બાઇક રેલીનું આયોજન કરાયું છે. જેને લઇ ઠેર ઠેર રસ્તાઓ પર બેનરો અને પાર્ટીના તોરણ લગાડવામાં આવ્યા હતા. જેને પાટીદાર સમિતિઓ ઉખાડી કાઢ્યા છે. 

પાટીદાર અનામત આંદોલન વખતે એપી સેન્ટર બનેલા વરાછા અને સરથાણામાં ભાજપના નવનિયુક્ત પ્રમુખને વધાવવા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ તબક્કે ભાજપના પોસ્ટર ફાડવાની સાથે સાથે બેનર લગાવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, અહીં સારા સારાની હવા નીકળી ગઈ છે ચેતીને રહેવું. આ પ્રકારના બેનરથી ફરી એકવાર વાતાવરણમાં ગરમાવો આવ્યો છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

હવામાન ખાતાએ કરી ગુજરાતમાં આગામી બે દિવસમાં કોલ્ડવેવની આગાહી

ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. રાજ્યમાં ...

news

મહીસાગર તટે શ્રદ્વાનો સાગર: 3 રાજ્યના લાખો પશુપાલકોએ દુગ્ધાભિષેક કર્યો

આણંદ જિલ્લામાં વાસદ મહિસાગર નદીમાં મહા મહિનાની બીજે સ્નાન કરવાનો તથા દૂધનો અભિષેક કરવાનો ...

news

દહેજમાં કેમિકલ કંપનીમાં આગ લાગી, જાનહાની ન થાય તે માટે અભેટા ગામ ખાલી કરાયું

ભરૂચ પાસે મોડી રાત્રે દહેજમાં આવેલા સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ આગને ...

news

રાજ ઠાકરે સાથે દોસ્તી પર ઉદ્દવ બોલ્યા, શિવસેના પોતાના દમ પર એકલી ચૂંટણી લડશે

નગર નિગમ ચૂંટણીમાં ગઠબંધન માટે મનસેના શિવસેનાના દરવાજા પર દસ્તક આપ્યા પછી ઉદ્ધવ ઠાકરેએ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine