ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 ફેબ્રુઆરી 2017 (10:08 IST)

તારાપુરમાં 20 કલાકની ભારે જહેમત બાદ 7 ફૂટનો મગર પકડાયો

તારાપુર તલાવડીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી મગર ફરતો જોવા મળતાં સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જેને કારણે લોકો તળાવમાં પશુઓને પાણી પીવડાવવા જતાં પણ ખચકાતા હતા. આખરે ખેડૂતે ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગે કરમસદ અને બોરસદ એનીમલ હેલ્પલાઇનની ટીમને તારાપુર ખાતે મોકલી હતી. આ ટીમના યુવકોએ સતત 20 કલાક સુધી ભારે જહેમત બાદ મગરને પકડી પાડ્યો હતો. આ મગર તારાપુર, સોજિત્રા પાસેની કેનાલમાં થઇને તલાવડીમાં આવ્યો હતો. મગરને બહાર કાઢી પાંજરે પુરવામાં આવ્યો હતો. મગર 7 ફૂટ જેટલો લાંબો હતો. ત્યારબાદ મગરને ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો. ફોરેસ્ટ અધિકારી વી. એમ. ઝાલાએ મગરને સુરક્ષિત સ્થળે છોડી મુકવામાં આવશે, તેમ જણાવ્યું હતું.