શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (10:44 IST)

26મી જાન્યુઆરીની જાહેરાત બાદ આજે સાબરમતી જેલમાંથી 95 કેદીઓ મુક્ત કરાયા

26મી જાન્યુઆરીના દિવસે થયેલ જાહેરાત પ્રમાણે આજે સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓને મુક્તિ આપવામાં આવી હતી. અમદાવાદની સાબરમતી જેલમાંથી 95 કેદીઓને છોડવામાં આવ્યા હતાં જેમાં 80 પુરૂષો અને 15 મહિલા કેદીઓનો સમાવેશ થાય છે. તેમને લેવા પરિવારજનો આવતા લાગણીસભર દ્રશ્યો ઉપસી આવ્યાં હતાં. જેલના પોલીસ કર્મચારીઓએ કેદીઓનુંં મોઢું મીઠું કરાવીને એક બુક આપી હતી.આજે સાબરમતી જેલમાં બપોરના 1 વાગ્યાની આસપાસ 95 કેદીઓને છોડવામાં આવ્યા હતાં. 26મી જાન્યુઆરીના દિવસે રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યની વિવિધ જેલોમાં સજા ભોગવતા કેદીઓને રાજ્ય સરકારે પ્રજાસત્તાક પર્વની અપ્રતિમ ભેટ આપી સંવેદનશીલ નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યના અંદાજે ૪૩૯ જેટલા કેદીઓને સજામાંથી માફી અપાશે.અત્રે ઉલ્લેખનીય છે કે, જે કેદીઓ રીઢા ગુનેગાર છે, કેન્દ્ર અને રાજ્ય સરકારના મોટા ગુનાઓ જેવા કે ટાડા, પોટા, નેશનલ સિક્યુરિટી એક્ટ, આર્મ્સ એક્ટ, વિસ્ફોટક સામગ્રી, ફેમા હેઠળ સજા ભોગવતા કેદીઓનો સમાવેશ કરાયો નથી. આ ઉપરાંત એક કરતાં વધુ ખૂનમાં સંડોવાયેલા, દહેજ પ્રતિબંધક ધારાઓના આરોપી, લૂંટ અને ધાડ કેસના આરોપી, બળાત્કારના આરોપી તથા જાલી નોટ બનાવવાના કેસમાં સંડોવાયેલા આરોપીઓને છોડવામાં આવશે નહીં, એમ તેમણે ઉમેર્યું હતું.