અમદાવાદના હિટ એન્ડ રનમાં નિરાધાર દિકરીઓની માતા બની મોટી દિકરી

શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (16:22 IST)

Widgets Magazine
hit and run


અમદાવાદમાં શાસ્ત્રીનગરમાં એક ગમખ્વાર અકસ્માતમાં માંતેલા સાંઢ જેવી આઈ10 કારે ફૂટપાથ પર સૂતેલા પાંચ લોકોને કચડી નાખતા બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. ઘટનામાં માતા-પિતાના મૃત્યુ પછી ત્રણ દીકરીઓ નિરાધાર બની છે. અચાનક પિતા ભગા મારવાડી અને માતા લક્ષ્મી મારવાડીનું મૃત્યુ થયું હતું. જે બાદ તેમની ત્રણ દીકરીઓ ધાની પરમાર (ઉં.12), પુની (ઉં.10) અને ઉષા (ઉં.7) સાવ એકલી પડી ગઇ છે.સૌથી મોટી દીકરી ધાની પોતાની બે નાની બહેનોની સાર સંભાળ પાછળ સમય વિતાવી રહી છે. ધાનીએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ મને પૂરતી ઊંઘ પણ મળતી નથી. મને આશા છે કે તેઓ બધુ ભૂલી ગયા હશે. ધાની પોતે જાગીને નાની બહેનોની દેખરેખ રાખી રહી છે. અકસ્માતની ઘટના બાદ પોલીસ દ્વારા રૂપિયા ત્રણ લાખ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, તમને સારા ભવિષ્ય માટે દીકરીઓને સ્કૂલમાં અભ્યાસ માટે મોકલવાની વાત થઇ હતી. આ અંગે ધાનીએ જણાવ્યું હતું કે, હવે મારી ઉંમર નથી, પણ મારી બહેનો જરૂરથી શિક્ષણ પ્રાપ્ત કરે તેવી મારી ઇચ્છા છે. હું તો ફૂગ્ગા વેચવાનું ચાલુ રાખીશ.શહેરની પોલીસે ત્રણે છોકરીઓને 3 લાખની સહાય ઘોષિત કરી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તેમણે આ માટે એક ટ્રસ્ટ બનાવ્યું છે જે ફંડ મેનેજ કરશે. બે બાળકીઓને જોવામાં તકલીફ છે તેથી નગરી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે આ ઉપરાંત બધા પીડિતોની મફત સારવાર સિવિલમાં ચાલી રહી છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ELECTION SPECIAL: પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં કોણ કેટલા પાણીમાં ?

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ દોરમાં પશ્ચિમી ભાગના 15 જીલ્લાની 73 સીટ પર ...

news

8મી માર્ચે મોદી ગુજરાતમાં, 4 હજાર મહિલા સરપંચોની વ્યવસ્થાને લઈને તંત્ર દોડતું થયું

વિશ્વ મહિલા દિને ગાંધીનગરમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં મહિલા સરપંચનો સન્માન કાર્યક્રમ ...

news

મોદીની કચ્છ મુલાકાત પહેલા નલિયા કાંડ ઠંડો પાડી દેવાય તેવી શક્યતાઓ

નલિયાનાં સામૂહિક દુષ્કર્મકાંડને લીધે ભાજપ મુસીબતમાં હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, આ ...

news

અમદાવાદથી વડોદરા જવા નીકળેલા વાહનચાલકને એફએમ રેડિયો ‘હાઇવે કી બાતે’ સંભળાવશે.

અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે નં.૮ પરથી પસાર થનારા દરેક વાહન ચાલકને આગામી ટૂંક સમયમાં હાઇવે ...

Widgets Magazine