બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 માર્ચ 2017 (13:16 IST)

ચૂલના મેળામાં હાથમાં તલવાર લઈને આદિવાસીઓની ધગધગતા અંગારા પર ચાલવાની પ્રથા

નર્મદા જ્લ્લિામા હોળી એ આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાય છે. જેમા ખાસ કરીને ધૂળેટીના પર્વ નિમિત્તે ચૂલના મેળા ભરાય છે.  મેળા દરમિયાન આદિવાસીઓની ધગધગતા અંગારા પર ચાલવાની પ્રથા છે, આશ્રચર્યની વાત તો એ છે કે અંગારા પર ચાલવા છતા આદિંવાસીઓ વેદનાનો હરફ સુધ્ધા ઉચ્ચારતા નથી. લોકો જોઇને મોંમા આંગળા નાંખી જાય છે. ચૂલના મેળામા ચૂલ માતાનુ પૂજન કરી ખાડો ખોદી તેમા સળગતા અંગારા નાંખી પોતાના વહાલ સોયા સંતાનો સાથે ખુલ્લી તલવાર સાથે ધગધગતા અંગારા પર ચાલીને હેમખેમ બહાર નીકળી ગયા હતા.

ગામના આગેવાનોના જણાવ્યા અનુસાર વિજ્ઞાાન અને ટેકનોલોજીના કોમ્પયુટર યુગમા પણ આદિવાસીઓની શ્રધ્ધા ડગમગી નથી. જો કે આ શ્રધ્ધાનો વિષય છે. આદિંવાસીઓ પોતાની બાધા આખડી પૂર્ણ થતા આદિવાસીઓ શ્રધ્ધાપૂર્વક ચૂલમાતાનુ પૂજન કરી શ્રધ્ધાપૂર્વક આદિવાસીઓ સડસડાટ અંગારા પર ચાલી જાય છે. તેમને કોઇ દુખ દર્દ થતા નથી આદિવાસીઓ પોતાની બાધા આખડી પૂર્ણ કરે છે. કલીમકવાણા ગામે પણ ચૂલનો મેળો ભરાય છે, અહી ગામમા આવેલ કૂવામા સ્નાન કરી મારૃતી(હનુમાન)ની મૂતિંર્નુ પૂજન કરી શ્રીફળ વધેરી વાજતે ગાજતે ધગધતા અંગારા પર ખુલ્લા પગે ચાલી શ્રધ્ધાળુઓ પોતાની આસ્થા મુુકે છે. જો કે જોનારા અચંબામા પડી જાય છે. આ સ્થળે વર્ષો પૂરાણુ શિવાલય આવેલુ છે. હોલીકા ઉત્સવ પ્રસંગે ધ્ૂાળેટીના આગલે દિવસે ભજન કિર્તન રાખે છે. હોળી ધૂળેટી પર્વની આદિવાસીઓ ઋતુ પરિવર્તનના રંગોત્સવ તરીકે ઓળખાવી ઋતુરાજ વસંતને આગવી પધ્ધતીથી વિદાય આપે છે.