શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 ફેબ્રુઆરી 2017 (12:29 IST)

ગુજરાતી વિષયને બચાવવા સાહિત્યકારો-શિક્ષણવિદોની શિક્ષણમંત્રીને રજૂઆત

હાલમાં ગાંધીનગર ખાતે શિક્ષણ વિભાગની ચિંતન શિબિર મળી હતી. જેમાં ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં ધોરણ-૧થી અંગ્રેજી વિષય ભણાવાય તેવી માગણી પ્રબળ બની હતી. જેના પગલે શિક્ષણ વિભાગે પણ આ દિશામાં તૈયારીઓ શરૂ કરી છે. જ્યારે હવે ગુજરાતી ભાષા માટે ઝઝૂમતા શિક્ષણવિદોએ અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં પણ ધોરણ-1 થી જ  ગુજરાતી શીખવાડવામાં આવે તેવી માગણી કરી છે. હાલમાં રાજ્યની અંગ્રેજી માધ્યમની કેટલીક સ્કૂલોમાં ધોરણ-૨થી અને કેટલીક સ્કૂલો ધોરણ-૩થી ગુજરાતી વિષય ભણાવાય છે. જ્યારે સરકાર પણ ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં ધોરણ-૧થી અંગ્રેજી વિષય ભણાવવામાં આવે તે દિશામાં પ્રયાસો કરી રહી છે. આ સ્થિતિમાં હવે ગુજરાતીને બચાવવા માટે પણ શિક્ષણવિદો મેદાને પડ્યા છે અને ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં ધોરણ-૧૨ સુધી ગુજરાતી વિષય ફરજિયાત ભણાવાય તે અંગે રજૂઆત કરી છે. આટલું જ નહીં, આગામી વિધાનસભાનું સત્ર શરૂ થાય તે પહેલા અનેક સાહિત્યકારો અને શિક્ષણવિદો શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મળશે અને રજૂઆતો કરશે.
 
ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં ધોરણ-૧થી અંગ્રેજી વિષય ભણાવાય તેવી માગણીઓ સામે હવે ગુજરાતી વિષય ધોરણ-૧૨ સુધી ફરજિયાત ભણાવવામાં આવે તે અંગે શિક્ષણ વિભાગને રજૂઆતો કરવામાં આવી રહી છે. તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમીના માર્ગદર્શક મંડળની બેઠકમાં આ મુદ્દે ચર્ચાયો હતો અને ધોરણ-૧૨ સુધી ગુજરાતી વિષય ફરજિયાત કરવાનું સૂચન થયું હતું. ત્યારબાદ આ મુદ્દે અનેક શિક્ષણવિદોએ રાજ્યના શિક્ષણમંત્રીને મળીને પણ ધોરણ-૧૨ સુધી ગુજરાતી વિષય ફરજિયાત ભણાવાય તેવી માગણી કરી છે. આગામી વિધાનસભાનું સત્ર મળે તે પહેલા હજુ અનેક શિક્ષણવિદો ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મળી આ મુદ્દે રજૂઆત કરશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
 
પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧૦ની પરીક્ષામાં દરવર્ષે સરેરાશ ૨ લાખ જેટલા વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીમાં જ નાપાસ થાય છે. જેના પગલે રાજ્યના પ્રતિષ્ઠીત સાહિત્યકારો અને શિક્ષણવિદોએ એક ઝૂંબેશ શરૂ કરી છે. આ મુદ્દે અગાઉ અનેક શિક્ષણવિદો અને સાહિત્યકારોએ રાજ્યના શિક્ષણમંત્રીને મળીને ગુજરાતી ભાષા પ્રત્યે પોતાની રજૂઆતો કરી ચૂકયા છે. જોકે હવે આ રજૂઆતોનો દોર વધી રહ્યો છે અને આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક શિક્ષણવિદો આ મુદ્દે રજૂઆતો કરશે.
 
હાલમાં રાજ્યમાં ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં ધોરણ-૧૦ સુધી વિદ્યાર્થીઓને ગુજરાતી વિષય ભણાવવામાં આવે છે. જ્યારે ધોરણ-૧૧ અને ધોરણ-૧૨માં ગુજરાતી વિષય મરજિયાત થઈ જતો હોવાથી તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમીના માર્ગદર્શક મંડળની બેઠકમાં વિનોદ ભટ્ટની રજૂઆતના પગલે ધોરણ-૧૨ સુધી ગુજરાતી વિષય ફરજિયાત ભણાવાય તેવી માગણી ઊઠી છે. જેને લઈને અનેક શિક્ષણવિદોએ રાજ્યના શિક્ષણમંત્રીને પણ મળીને રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.
 
દેશના અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, કેરલ, તમિલનાડુ, કર્ણાટક વગેરેમાં માતૃભાષાને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે, તેની સામે ગુજરાતમાં માતૃભાષાને જોઈએ તેવું મહત્વ મળતું નથી. આ બાબતે સાહિત્યકારોના પ્રતિનિધિ મંડળે રાજ્યના શિક્ષણમંત્રીને મળીને પોતાનો બળાપો કાઢ્યો છે. ઉપરાંત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા સહિતના અગ્રણીઓ પણ રાજ્યના શિક્ષણમંત્રીને મળ્યા હતા અને ગુજરાતી ભાષાને લઈ રજૂઆત કરી હતી. હાલમાં ગુજરાતી માધ્યમની સ્કૂલોની સ્થિતિ પણ કફોડી બની રહી છે.એક બાજુ અંગ્રેજી સ્કૂલોનો રાફડો ફાટી રહ્યો છે ત્યારે બીજી બાજુ ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ